એક દિવસમાં કેટલી બદામ ખાઈ શકો છો ? શુ છે બદામ ખાવાનો યોગ્ય સમય, કોણે ન ખાવી જોઈએ
Ek Divas ma ketli Badam Khavi Joiye - બદામ એક એવુ ડ્રાય ફ્રુટ છે જેનુ સેવન આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. તેનુ સેવન લોકો જુદી જુદી રીતે કરે છે. અનેક લોકો તેને રાત્રે પલાળીને સવારે ખાલી પેટ ખાય છે તો કેટલાક લોકોએ તેને સ્નેક્સ ની જેમ કોઈપણ સમયે ખાઈ લે છે. પણ શુ તમને ખબર છે દરેક વસ્તુનુ સેવન એક સીમિત માત્રામાં જ કરવુ જોઈએ. કોઈ પણ વસ્તુ સારી છે તો તેનો મતલબ એ નથી એ હોતો કે તમે તેને જેટલુ ચાહો કે પછી ખૂબ વધુ માત્રામાં ખાવ. આવુ જ કંઈક બદામ સાથે પણ છે. વિટામિન, પ્રોટીન અને કેલોરીથી ભરપૂર આ બદામનુ સેવન યોગ્ય માત્રામાં કરવુ જોઈએ. તો આવો જાણીએ કે વયના પ્રમાણે તમારે કેટલી બદામ એક દિવસમાં ખાવી જોઈએ.
એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ ( Ek Divas Ma Keteli Badam Khvi Joiye)
તમારે એક દિવસમાં કેટલી બદામનુ સેવન કરવાનુ છે એ તમારી વય, ફિઝિકલ એક્ટિવિટી અને હેલ્થ કંડીશન પર નિર્ભર કરે છે.
-5 થી 11 વર્ષના બાળક રોજ 2-4 બદામનુ સેવન કરી શકે છે.
- 12-17 વર્ષની વયના લોકો એક દિવસમાં 5-9 બદામનુ સેવન કરી શકે છે
- 18 વર્ષથી વધુ વયના લોકો એક દિવસમાં 7-8 બદામનુ સેવન કરી શકે છે.
આ ઉપરાંત તમે એક દિવસમાં કેટલી બદામનુ સેવન કરી શકો છો એ તમારી હેલ્થ કંડીશન પર પણ નિર્ભર કરે છે. જો તમારુ ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ છે તો તમે એક દિવસમાં લગભગ 20 બદામનુ સેવન કરી શકો છો.
બદામને ખાવાની યોગ્ય રીત છે કે તમે સૂતા પહેલા બદામને પાણીમાં પલાળીને મુકી દો અને સવારે તેના છાલટા કાઢીને ખાલી પેટ તેનુ સેવન કરો.
કોણે કરવુ જોઈએ બદામનુ સેવન
લોહીની ઉણપ - જે લોકોને લોહીની ઉણપ હોય છે તેમને રોજ સવારે પલાળેલા બદામનુ સેવન કરવુ જોઈએ. આ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બદામમાં હીમોગ્લોબિનની માત્રાને વધારનારા ગુણ જોવા મળે છે.
હાર્ટ હેલ્થ માટે - હાર્ટ હેલ્થ માટે બદામનુ સેવન સૌથી સારુ માનવામાં આવે છે. જો તમે રોજ પલાળેલા બદામનુ સેવન કરો છો તો તેમા રહેલા ગુણ હાર્ટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.