મુંબઈમાં 19 આરએમસી પ્લાન્ટ બંધ
મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ૧૯ આરએમસી પ્લાન્ટ બંધ કર્યા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં કુલ ૩૨ સતત એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન છે, જેમાંથી 14 મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છે. બાકીના સ્ટેશન થાણે, કલ્યાણ, નવી મુંબઈ અને પનવેલમાં છે. આ મોનિટરિંગ સ્ટેશનો દ્વારા એમ્બિયન્ટ એર ક્વોલિટી ઇન્ડેક્સ માપવામાં આવે છે અને નિયમિતપણે સમીર એપ દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવે છે.