બુધવાર, 5 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 4 નવેમ્બર 2025 (16:20 IST)

Dev Diwali 2025 - દેવ દિવાળી પર આ 5 સ્થાન પર જરૂર મુકો દિવા, મા લક્ષ્મી સહિત બધા દેવતાની મળશે કૃપા

dev deepwali 2025
Dev Deepawali 2025 DeepDaan: દેવ દિવાળી એટલે દેવતાઓની દિવાળી. આ વખતે દેવ દિવાળી 5 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારબાદ બધા દેવતાઓ પૃથ્વી પર આવ્યા અને દીવા પ્રગટાવ્યા. દેવ દિવાળી પર ગંગામાં સ્નાન કરીને દીવા પ્રગટાવવાથી બધા દેવતાઓનો આશીર્વાદ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી ક્યારેય ધન અને અનાજની કમી રહેતી નથી. આ દિવસે ગંગા કિનારે જઈને દીવાઓનું દાન કરવું જોઈએ. જો તમે આ કરી શકતા નથી તો તમારા ઘરમાં 5 જગ્યાએ દીવા ચોક્કસ પ્રગટાવો. ચાલો જાણીએ કે દેવ દિવાળીના દિવસે કયા 5 સ્થળોએ દીવા પ્રગટાવવા શુભ છે.
 
1) દેવ દિવાળીના દિવસે, પહેલો દિવો તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પ્રગટાવો.
 
2) દેવ દિવાળીની રાત્રે, બીજો દીવો તમારા રસોડામાં પાણી મુકવાના સ્થાન પર મુકો  
 
3) દેવ દિવાળીના દિવસે, ત્રીજો દીવો તુલસીના છોડ પાસે મુકો.
 
4) દેવ દિવાળીના દિવસે, ચોથો દીવો તમારા ઘરની નજીકના શિવ મંદિરમાં પ્રગટાવો.
 
5) દેવ દિવાળીના દિવસે, પાંચમો દીવો તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પ્રગટાવો. આ દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં પોઝીટિવીટી આવે છે.
 
દેવ દિવાળીના દિવસે દિપ દાનનો લાભ 
દેવ દિવાળીની રાત્રે આ 5 સ્થાન પર દિવો પ્રગટાવવાથી ઘર પરિવારમાં સમૃદ્ધિ કાયમ રહે છે. સાથે જ ધન ધાન્યની પણ કમી આવતી નથી.  સાથે જ દેવતાની કૃપાથી તમારા બધા કામ સહેલાઈથી થઈ જાય છે.  
 
દેવ દિવાળી પર કેટલા દીવા પ્રગટાવવા જોઈએ?
 
દેવ દિવાળીના દિવસે, પ્રદોષ દરમિયાન 5, 7, 11, 21, 51 અથવા 101 દીવા પ્રગટાવી શકાય છે. આ સાથે, પ્રદોષ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી અને 8 કે 12 મુખી દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ દિવસે, સવારે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો તમે તેમ ન કરી શકો, તો તમે ઘરે ગંગા જળ ભેળવીને સ્નાન કરી શકો છો. શાસ્ત્રોમાં પણ આ દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ બતાવ્યુ  છે.