બુધવાર, 5 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 4 નવેમ્બર 2025 (16:12 IST)

Dev deepawali 2025: 5 નવેમ્બરના દિવસે આટલા દિવાથી રોશન કરો તમારુ ઘર, જાણો દેવ દિવાળીમાં દિવાની સંખ્યાનુ મહત્વ

Dev deepawali 2025
Dev deepawali 2025: કારતક મહિનાની પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરન વધ કરી સમસ્ત સૃષ્ટિને તેના અત્યાચારોથી મુક્તિ અપાવી હતી.  ત્યારબાદ બધા દેવી-દેવતાઓએ ધરતી પર આવીને ગંગા સ્નાન કર્યુ હતુ અને ગંગા તટ પર અસંખ્ય દીવા પ્રગટાવ્યા હતા.  ત્યારથી કાર્તિક પૂર્ણિમાના દિવસે દિવો પ્રગટાવવા અને દેવ દિવાળીના રૂપમાં ઉજવવાની પરંપરા ચાલી રહી છે.  ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુરને સમાપ્ત કરવાને કારણે કાર્તિક પૂર્ણિમાને ત્રિપુર પૂર્ણિમા કે ત્રિપુરારી પૂર્ણિમા પણ કહે છે.  દેવ દિવાળીના દિવસે હરિદ્વાર અને કાશીમાં વિશેષ આયોજન થાય છે અને આ દિવસે ગંગા ઘાટ અસંખ્ય દિવાની રોશનીથી જગમગી ઉઠે છે. આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની પૂજાનુ વિશેષ મહત્વ છે.  
 
દેવ દિવાળીનુ મહત્વ 
દેવ દિવાળીના દિવસે ચતુર્માસ વ્રતની સમાપ્તિનુ પ્રતિક પણ છે.. આ ઉપરાંત એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો.  જેનાથી દેવતા પ્રસન્ન થઈને પૃથ્વી પર આવ્યા અને દીપ પ્રગટાવીને ઉત્સવ ઉજવ્યો.  
 
કાર્તિક પૂર્ણિમા તિથિ 
પંચાગ મુજબ કાર્તિક પૂર્ણિમાની તિથિ મંગળવાર 4 નવેમ્બર રાત્રે 10:36 વાગે શરૂ થશે અને બુધવાર 5 નવેમ્બર સાંજે 6:48 વાગે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધાર પર આ તહેવાર બુધવારે ઉજવાશે.  
 
પ્રદોષ કાળ પૂજા મુહૂર્ત 
કાર્તિક પૂર્ણિમાના દિવસે પ્રદોષકાળ પૂજાનુ વિશેષ મહત્વ છે. બુધવારે સાંજે 5:15 થી 7:50 સુધી પૂજાનુ શુભ મુહૂર્ત રહેશે. આ દિવસે પૂજામાં સુખ-સમૃદ્ધિ માટે શિવ ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. 
 
ઘરમાં પ્રગટાવવા જોઈએ 51 દિવા 
કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનો તહેવાર પણ ઉજવાય છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર, તુલસીના કુંડા, પીપળો, આમળા અને મંદિરમાં દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. દિવો પ્રગટાવવાની  5, 7, 9, 11, 13, 51 એટલે કે વિષમ સંખ્યામાં દિવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.  
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘરમાં 51 દીવા પ્રગટાવવા એ પૂર્ણતાનું પ્રતીક છે. તેમાથી 27 નક્ષત્રો માટે 27 દીવા, પંચપાલના નામના 5 દીવા, 10  દીપપાલના નામથી, ચાર દિશાઓ માટે 4  દીવા અને ઘરના મંદિર, રસોડામાં, આંગણામાં અને તુલસીના છોડ પાસે દિવા પ્રગટાવવામાં આવે છે. 
 
દેવ દિવાળી પર દાનનુ મહત્વ 
દેવ દિવાળીના દિવસે ચોખા, દૂધ, ઘી અને સફેદ વસ્ત્રનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તુલસીના છોડની પૂજા અને દાનથી વિવાહ અને સંતાન પ્રાપ્તિમાં આવનારા અવરોધો દૂર થાય છે.  આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજા કરવી અને અર્ધ્ય આપવાથી સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.  આ દિવસે ચંદ્ર દોષ કરવા માટે સફેદ વસ્ત્ર અને ચાંદીનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે.