BIG NEWS - IPL 2026 ને લઈને સામે આવ્યું અપડેટ, આ તારીખથી શરૂ થશે 19 મી સિઝન
IPL 2026 મીની ઓક્શન પહેલા એક મોટો અપડેટ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL ની 19મી સીઝન 26 માર્ચ, 2026 ના રોજ શરૂ થઈ શકે છે, અને ફાઇનલ 31 મેં નાં રોજ યોજાશે. આગામી IPL સીઝન માટે મીની ઓક્શન 16 ડિસેમ્બરે યોજાવાનું છે. UAE માં યોજાનારી આ હરાજીમાં દસ ટીમો 350 થી વધુ ખેલાડીઓ માટે બોલી લગાવશે.
BCCI એ બધી ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી
Cricbuzz ના અહેવાલ મુજબ, IPL 2026 26 માર્ચથી શરૂ થશે અને 31 મે સુધી ચાલશે. આ નિર્ણય અબુ ધાબીમાં IPL ફ્રેન્ચાઇઝ મીટિંગમાં લેવામાં આવ્યો હતો, અને BCCI એ બધી ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી છે. IPL સીઝન 19 ની તારીખોની જાહેરાત લીગના CEO હેમાંગ અમીન દ્વારા મંગળવારે હરાજી પહેલા એક બ્રીફિંગ દરમિયાન કરવામાં આવી હતી. પરંપરાગત રીતે, પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે, પરંતુ હાલમાં તે સ્પષ્ટ નથી કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ આગામી સીઝનમાં મેચોનું આયોજન કરશે કે નહીં.
હરાજી પૂલમાં 19 ખેલાડીઓ ઉમેરાયા
આ સાથે, હરાજી રજિસ્ટરમાં ખેલાડીઓની કુલ સંખ્યા હવે વધીને 369 થઈ ગઈ છે. હરાજી પૂલમાં વધુ ઓગણીસ ખેલાડીઓ ઉમેરાયા છે. આ 19 ખેલાડીઓમાં અભિમન્યુ ઈશ્વરન, મણિશંકર મુરા સિંહ, વિરનદીપ સિંહ, ચામા મિલિંદ, કેએલ શ્રીજીત, એથન બોશ, ક્રિસ ગ્રીન, સ્વસ્તિક ચિકારા, રાહુલ રાજ નમલા, વિરાટ સિંહ, ત્રિપુરેશ સિંહ, કાયલ વેરેન, બ્લેસિંગ મુઝારાબાની, બેન સીયર્સ, રાજેશ મોહંતી, સ્વસ્તિક સમાલ, સરંશ જૈન, સૂરજ સંગારાજુ અને તન્મય અગ્રવાલનો સમાવેશ થાય છે.
આઈપીએલ અને પીએસએલ એક જ તારીખે શરૂ થશે
આઈપીએલની તારીખો જાહેર થતાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે આઈપીએલ અને પીએસએલ બંને ટુર્નામેન્ટ એક જ દિવસે શરૂ થશે. પીએસએલ 2026 પણ 26 માર્ચે શરૂ થશે. આ માહિતી પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ આપી હતી. એ નોંધવું જોઈએ કે ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. જોકે, આ પહેલી વાર બનશે જ્યારે બંને લીગ એક જ તારીખે શરૂ થશે.