જીવનમાં કશુ પણ તમને... બેંગલુરૂ નાસભાગ પર પહેલીવાર આવ્યુ વિરાટ કોહલીનુ નિવેદન
બેંગલુરૂમાં 4 જૂનના રોજ આરસીબીની આઈપીએલ વિક્ટરી પરેડ દરમિયાન ત્યા મોટી સંખ્યામાં ફેંસના પહોચવાથી નાસભાગ મચી હતી. જ્યારબાદ 11 લોકોના મોત થઈ ગયા હતા. બીજી બાજુ આ મામલે ત્રણ મહિના બાદ આરસીબી ટીમના સ્ટાર વિરાટ કોહલીનુ નિવેદન આવ્યુ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે 18 વર્ષમાં પહેલીવાર ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને ટાઇટલ જીત્યું. આ જીત બાદ જ્યાં RCBના બધા ખેલાડીઓ ખૂબ ખુશ હતા, ત્યાં જ બેંગ્લોરના ચાહકોની ખુશી પણ જોવા જેવી હતી. RCB ફ્રેન્ચાઇઝીએ તેના ચાહકોને ભેટ આપવા માટે 4 જૂને બેંગ્લોરમાં વિજય પરેડનું આયોજન કર્યું હતું, પરંતુ આ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ, જેના કારણે ખુશીનો આખો માહોલ દુઃખમાં ફેરવાઈ ગયો. ત્યાં અપેક્ષા કરતા વધુ ચાહકોના આગમનને કારણે નાસભાગ મચી ગઈ જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા. હવે આ સમગ્ર મામલે RCB ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે.
તમે જીવનમાં આવા દિવસ માટે ક્યારેય પણ તૈયાર નથી હોતા
વિરાટ કોહલીએ બેંગલુરૂ ભગદડના લગભગ ત્રણ મહિના વીતી ગયા પછી જે નિવેદન આપ્યુ છે તેને આરસીબીની ફ્રેંચાઈજીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યુ છે. જેમા કોહલીએ કહ્યુ કે જીવનમાં કશુ પણ તમને 4 જૂન જેવુ દિલ તોડવા માટે તૈયાર નથી કરતુ. જે અમારી ફ્રેંચાઈજીના ઈતિહાસનો સૌથી ખુશીનો ક્ષણ હોવો જોઈએ હતો.. તે એક દુખદ ઘટનામાં ફેરવાય ગયો. હુ એ લોકોના પરિવાર વિશે વિચારી રહ્યો છુ અને તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છુ જેમણે પોતાના વ્હાલસોયાને ગુમાવી દીધા.. અને અમારા એ પ્રશંસકો માટે જે ઘાયલ થયા. તમારુ નુકશાન હવે અમારી સ્ટોરીનો ભાગ છે. આપણે બધા જવાબદારી સાથે આગળ વધીશુ.
આરસીબી ફ્રેચાઈઝીએ 25 લાખ રૂપિયા આપવાનુ કર્યુ એલાન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઇઝે RCB કેર્સ દ્વારા બેંગ્લોરમાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઘટનામાં લગભગ 33 લોકો ઘાયલ પણ થયા હતા. આ કેસમાં ન્યાયિક તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી. તે જ સમયે, મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની મેચો નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમીમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.