અમાસના દિવસે શું કરવું જોઈએ
- અમાવસ્યાના દિવસે સવારે તર્પણ જરૂર કરવું.
-આ દિવસે કોઈપણ તીર્થસ્થળ પર સ્નાન કરવાથી અને દાન કરવાથી શુભ ફળ મળે છે.
-અમાસના દિવસે પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. જો નદીમાં જવું શક્ય ન હોય તો, પાણીમાં ગંગાનું પાણી ભેળવીને ઘરે સ્નાન કરો.
-આ દિવસે કાળા તલ, કપડાં, અનાજ અથવા ગોળનું દાન કરવાથી શનિ અને રાહુ-કેતુ જેવા અશુભ ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
-પીપળના વૃક્ષ પર પાણી ચડાવો અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો. પીપળાના વૃક્ષની સાત વખત પરિક્રમા કરો. આ ઉપાયથી શનિની સાડે સતી અને ધૈયાની અસર ઓછી થાય છે.
- અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત પછી ઘરની અગાશી પર દક્ષિણાભિમુખ થઈ તમારા પિતરો માટે તેલનો ચોમુખી દીવો રાખવું.
-એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળ, તુલસી, લીમડો, આમળા અથવા બેલપત્રનો છોડ લગાવવાથી ગ્રહના કારણે થતા તમામ દોષ દૂર થઈ જાય છે.
-ધોતી, ગમછા, બનિયાન વગેરે વસ્ત્રોનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સ્નાન કર્યા પછી કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
-પિતૃઓની કૃપા મેળવવા માટે દૂધ, ચોખા, ચાંદી, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરો.
-જો આ દિવસે શક્ય હોય તો તમે કોઈ એવા સરોવર કે કોઈ એવા સ્થાન પર જાવ. જ્યા માછલીઓ હોય. ત્યા જતી વખતે તમારી સાથે ઘઉંના લોટની ગોળીઓ બનાવીને લઈ જાવ. સરોવરમાં માછળીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાય પણ તમને પિતર દેવતાઓ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની કૃપા અપાવશે.
-અમાસ તિથિએ કરવામાં આવતા દાન, સ્નાન અને પૂર્વજો સંબંધિત ઉપાયો અત્યંત ફળદાયી અને ગ્રહદોષ અને પૂર્વજોના શાપથી મુક્ત થાય છે.