મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 ઑગસ્ટ 2025 (17:29 IST)

વિરાટ કોહલીનો આ VIDEO જોયો કે નહી ? અનુષ્કા સાથે લંડનમાં જોવા મળ્યો આ અંદાજ

virat kohli - anushka
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ભવિષ્ય વિશે અટકળો ચાલી રહી છે. T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી રિટાયર થયા પછી, કોહલી ફક્ત ODI ક્રિકેટમાં જ સક્રિય છે, પરંતુ અહીં પણ, તે કેટલો સમય રમશે તે અંગે અફવાઓ છે. પરંતુ આ બધી ચર્ચાઓ અને અલગ અલગ દાવાઓથી દૂર, વિરાટ કોહલી લંડનમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે અને અહીંથી તેનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પત્ની અનુષ્કા શર્મા સાથે ફરતો જોવા મળી રહ્યો છે.
 
છેલ્લા કેટલાક મહિનાઓથી, વિરાટ કોહલી બ્રિટનની રાજધાની લંડનમાં સ્થાયી થયા છે, અને તેમના ચાહકો તેમને જોવા માટે ઉત્સુક છે. ખાસ કરીને ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાને કારણે, તેમને મેદાન પર જોવાની ઉત્સુકતા વધી ગઈ છે. ઉપરાંત, તેઓ ભાગ્યે જ કોઈ કાર્યક્રમમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તેમનો કોઈ ફોટો કે વીડિયો બહાર આવે છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેમના ફેંસ તેના પર ખૂબ પ્રેમ વરસાવે છે. 

 
વિરાટ કોહલીનો જોવા મળ્યો અનોખો અંદાજ 
વિરાટનો આવો જ એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમા તે લંડનના રસ્તાઓ પર ફરતો જોવામળી રહ્યો છે  
આ દરમિયાન અનુષ્કા પણ વિરાટ સાથે જોવા મળી હતી પરંતુ તેના બાળકો તેની સાથે નહોતા. આ વીડિયોમાં વિરાટ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલો જોવા મળે છે અને તેની પાસે પાણીની બોટલ અને છત્રી છે. આ જોઈને લાગે છે કે તે કાં તો જીમ જઈ રહ્યો છે અથવા ઘરનો સામાન ખરીદવા જઈ રહ્યો છે.
 
આ સાથે, એક બિન-ભારતીય કપલ પણ જોવા મળે છે જેની સાથે તે વાત કરી રહ્યો છે. વિરાટ-અનુષ્કા જે રીતે તેમની સાથે વાત કરી રહ્યા છે તે જોઈને એવું લાગે છે કે તેઓ તેમના પાડોશી છે. એક ભારતીય ફેંસે આ વીડિયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિરાટ લંડનમાં આટલું સામાન્ય જીવન જીવી રહ્યો છે, જેને માટે તેમણે અહીં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું.
 
ODI શ્રેણીમાં જોવા મળશે વિરાટ ?
જ્યા સુધી કોહલીના ક્રિકેટ મેદાન પર પરત ફરવાનો સવાલ છે તો ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાનનો ઓક્ટબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે શ્રેણીમાં રમવાની આશા  છે. કોહલીએ 3 જૂનના રોજ IPL 2025 ની ફાઈનલ પછી કોઈ ક્રિકેટ મેચ રમી નથી. આ બધા વચ્ચે તેમના ODI માંથી પણ રિટાયર થવાનો કે ડ્રોપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ થશે કે નહી. તેની જાણ ઓક્ટોબર સુધી થઈ જશે.