Shoaib Akhtar Big Statement: શોએબ અખ્તરે વિરાટ કોહલીને આઉટ કરવાની આપી ટિપ્સ, તેને ગેમમા ફોકસ ન કરવા દો તેને ધક્કો મારીને તમારી સાથે વ્યસ્ત કરો
Shoaib Akhtar Big Statement:ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને હાલમાં કોઈ પરિચયની જરૂર નથી. યુવા ખેલાડીઓનું હંમેશા સ્વપ્ન રહ્યું છે કે તેઓ આ સ્ટાર ખેલાડીની વિકેટ એકવાર મેળવે. જોકે, કોહલીને આઉટ કરવો એ માત્ર યુવાનો માટે જ નહીં પરંતુ અનુભવી ખેલાડીઓ માટે પણ એક મોટો પડકાર રહ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ આવી જ એક યુક્તિ સૂચવી છે. જેની મદદથી હાલના બોલરો કિંગ કોહલીને પોતાની જાળમાં ફસાવી શકે છે. 49 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરે એક ખાસ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, 'વિરાટ કોહલી સાથે સીધી વાત કરવાની જરૂર નથી, તેને ધક્કો મારવો પડે છે.'
હવે તમે વિચારી રહ્યા હશો કે દુનિયાનો આટલો મહાન ખેલાડી આવી બકવાસ કેવી રીતે કહી શકે છે. પરંતુ આ સાચું છે. જોકે, તેમણે ફક્ત ઈર્ષ્યા વિશે જ નહીં પરંતુ ભારતીય સ્ટારને શક્ય તેટલી વહેલી તકે પેવેલિયન પરત મોકલવાની તેમની યોજના વિશે પણ જણાવ્યું હતું.
શોએબ અખ્તરે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, ફોકસ હટાવો તેનો... તેનો ફોકસ હટાવો તેને બિઝી કરો. જો તે બેટિંગમાં બિઝી થશે તો મેચ જીતાડી દેશે તેને તમારી સાથે બિઝી કરો.
તમને જણાવી દઈએ કે શોએબ અખ્તર હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે અને ટીવી ચેનલોના નિષ્ણાત તરીકે જોવામાં આવે છે. એટલું જ નહીં, તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. જ્યાં તે મેચો પર પોતાના વિચારો શેર કરતો જોવા મળે છે.
આ સાથે જ, વિરાટ કોહલીએ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટ ટેસ્ટ અને સૌથી ટૂંકા ફોર્મેટ T20 ને પણ અલવિદા કહી દીધું છે. જોકે, તે હજુ પણ ODI ફોર્મેટમાં સક્રિય છે. આ ઉપરાંત, તે IPL માં પણ પોતાનો જાદુ ફેલાવતો જોવા મળે છે.