સંબંધિત સમાચાર
- એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની UAE ની ઉડાન રદ કરી.
- અવકાશ ક્ષેત્રે ગુજરાતનો ડંકો : ધોલેરાથી રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ
- ગુજરાતમાં સાયબર ક્રાઈમ ડામવા મોટો નિર્ણય: 9 જિલ્લાના SP ને સોંપાઈ સીધી જવાબદારી
- ભરૂચમાં વિકાસકાર્યોનો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાભાર્થીઓને સહાયનું વિતરણ
- ‘આ ઇમારત નહીં, સપનાઓ સાકાર કરવાનું મંદિર’ — ઉમરામાં અદ્યતન શાળા ભવનનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
બંને સમુદાયોની નારાજગી વચ્ચે હાર્યો પ્રેમ: ગાયિકા કિંજલ રબારી આંતરજ્ઞાતિય લગ્ન તોડી ઘરે પરત ફરી.
kinjal rabari
પાટણની પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરતા ગુજરાતમાં મોટી ચર્ચા જાગી હતી. આ લગ્ન બંધારણીય રીતે કાયદેસર હોવા છતાં, રબારી અને ચૌધરી બંને સમુદાયોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. કિંજલે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની જાહેરાત કરી હતી, જેનો બંને સમાજના નેતાઓએ સખત વિરોધ કર્યો હતો અને તેને કારણે રાજ્યમાં મોટો હોબાળો મચી ગયો હતો.
પોલીસ સુરક્ષાની માંગ અને સામાજિક તણાવ
રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારી શરૂઆતમાં પોતાના પ્રેમ લગ્ન પર અડગ હતી. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે તેના અને તેના પતિના જીવને જોખમ છે, તેથી તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવે. આ ઘટનાને કારણે ગુજરાતમાં રબારી અને ચૌધરી સમુદાયો વચ્ચે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને બંને તરફથી સામાજિક દબાણ વધવા લાગ્યું હતું.
સમાજની મધ્યસ્થી અને વિવાદનો અંત
ભારે સામાજિક દબાણ અને બંને સમુદાયના નેતાઓની મધ્યસ્થી બાદ આ પ્રેમ લગ્નમાં મોટો વળાંક આવ્યો હતો. સમાજના દબાણ સામે આખરે પ્રેમને નમવું પડ્યું હતું. બંને પક્ષના આગેવાનો વચ્ચે થયેલા સમાધાન બાદ કિંજલ અને અશોકને સમુદાયના નેતાઓને સોંપવામાં આવ્યા હતા. પરિણામે, કિંજલે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી લગ્ન અંગેની પોસ્ટ અને બંને રીલ્સ પણ ડિલીટ કરી દીધી હતી.
ઘરવાપસી અને વર્તમાન સ્થિતિ
સમાજના આગેવાનોના હસ્તક્ષેપ બાદ, શુક્રવારે મોડી રાત્રે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી અને હવે તેણે પોતાના જ સમાજમાં લગ્ન કરવાની તૈયારી દર્શાવી છે. આ સમાધાનથી બંને સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ટળી ગયો છે. ૪.૫ લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતી આ લોકપ્રિય ગાયિકાનો કિસ્સો એવા સમયે ચર્ચામાં આવ્યો છે, જ્યારે રાજ્ય સરકાર પ્રેમ લગ્નોમાં માતા-પિતાની સંમતિ (સહી) ફરજિયાત બનાવવા અંગે કાયદો લાવવાની તૈયારી કરી રહી છે.

