સંબંધિત સમાચાર
- કચ્છના 'Road to Heaven' નો થશે કાયાકલ્પ: નીતિન ગડકરીએ રૂ. 650 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોડકદેવ સબ-ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું અને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી
- ગુજરાતમાં ભૂકંપના આંચકા: કચ્છના ભચાઉમાં 3.4ની તીવ્રતાનો આંચકો
- PM મોદી સાણંદમાં કરશે ચિપ પ્લાન્ટનું લોકાર્પણ: એફિલ ટાવરથી પણ વધુ લોખંડનો થયો છે ઉપયોગ, ધૂળનો એક કણ પણ નહીં ટકી શકે
- ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની અટકળો: સચિન પાયલટને મળી શકે છે પ્રભારીની કમાન
અવકાશ ક્ષેત્રે ગુજરાતનો ડંકો : ધોલેરાથી રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ
arjune modhvadiya
ગુજરાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવી ઊંચાઈ સર કરી છે. અમદાવાદથી આશરે 100 કિલોમીટર દૂર આવેલા ધોલેરા સ્માર્ટ સિટીના બાવળીયારી ગામ ખાતેથી રાજ્યનું પ્રથમ 'સાઉન્ડિંગ રોકેટ' સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ સિદ્ધિને રાજ્ય માટે ગૌરવ સમાન ગણાવી હતી.
Soaring High: Gujarats Giant Leap in Space Research
— Arjun Modhwadia (@arjunmodhwadia) March 14, 2026
Some Time Ago, I Had Assured Everyone That Gujarats First Sounding Rocket Would Be Launched by End of March. Fulfilling that commitment, the first sounding rocket of the state was successfully launched today by Omspace… pic.twitter.com/7x3rfPQBWw
'મેક ઈન ઈન્ડિયા' હેઠળ સ્વદેશી ટેકનોલોજીનું પ્રદર્શન
આ રોકેટ અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ 'ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ' (OSRE) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. 'મેક ઇન ઇન્ડિયા' પહેલને સાર્થક કરતા આ રોકેટની એરફ્રેમ કાર્બન ફાઇબર અને અદ્યતન સંયુક્ત સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવી હતી. આ લોન્ચિંગ ખાનગી અવકાશ ક્ષેત્રમાં ગુજરાતના વધતા પ્રભાવ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
સફળ લોન્ચિંગ અને સિસ્ટમનું પરીક્ષણ
14 માર્ચ, 2 026ના રોજ બપોરે 1:00 વાગ્યે કામચલાઉ લોન્ચ કોમ્પ્લેક્સ પરથી આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટ છોડવામાં આવ્યું હતું. આ રોકેટ આશરે 3 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યું હતું. આ ઉડાન દરમિયાન પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી મહત્વની ટેકનિકલ પ્રણાલીઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે ભવિષ્યના મોટા મિશન માટે પાયારૂપ બનશે.
હવામાન અને વૈજ્ઞાનિક ડેટાનું એકત્રીકરણ
આ રોકેટમાં એક નાનો પ્રાયોગિક 'પેલોડ' રાખવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ હવામાનશાસ્ત્રને લગતો ડેટા એકત્રિત કરવાનો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ભારતીય કોસ્ટ ગાર્ડ અને DGCA જેવી સંસ્થાઓની પરવાનગી અને સહયોગથી આ મિશન પૂર્ણ થયું હતું. મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતા બદલ યુવા વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
Gujarats First Sounding Rocket Successfully Launched
— Arjun Modhwadia (@arjunmodhwadia) March 14, 2026
No Hollow Claims, No Misleading Political Statements…
Under Decisive Leadership of BJP, Gujarat is Scripting History Through Technology, Developmend And Unwavering Commitment. pic.twitter.com/jfCSWFjHV3
શું છે સાઉન્ડિંગ રોકેટ અને તેનો ઉપયોગ?
સાઉન્ડિંગ રોકેટ એ સામાન્ય રીતે એક કે બે તબક્કાના સોલિડ-પ્રોપેલન્ટ રોકેટ હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં (50 થી 1500 કિમી સુધી) વૈજ્ઞાનિક પ્રયોગો, હવામાન સંશોધન અને નવી અવકાશ ટેકનોલોજીના ટેસ્ટિંગ માટે કરવામાં આવે છે. આ રોકેટ ઓછા ખર્ચે અને ઝડપથી સચોટ ડેટા મેળવવા માટેનું સૌથી વિશ્વસનીય માધ્યમ ગણાય છે.
