ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી
જરૂરી સામગ્રી
• સફેદ અથવા કાળા તલ (અથવા બંને)
• ગોળ (સમારેલો અથવા છીણેલો)
• તલનું તેલ અથવા ઘી
• સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર
• સૂકું ટોપરું (છીણેલું)
• કાજુ, બદામ, ખજૂર અથવા ખસખસ (વૈકલ્પિક)
બનાવવાની રીત
1. કઢાઈમાં તલને ધીમા તાપે થોડા શેકી લો. તલ ઠંડા થાય એટલે મિક્સરમાં અધકચરા વાટી લો.
2. મિક્સર અથવા વાસણમાં અધકચરા વાટેલા તલ, ગોળ અને થોડું તલનું તેલ કે ઘી ઉમેરો.
3. તેમાં સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, કોપરાનું છીણ અને સમારેલા કાજુ, બદામ કે ખજૂર ઉમેરો.
4. બધું સરસ ભળી જાય અને કચરિયું દાણેદાર રહે તે રીતે મિક્સરને પલ્સ પર ફેરવો (એકદમ બારીક પેસ્ટ ન કરવી).
ALSO READ: મકાઈ ના ઢોકળા
5. તૈયાર કચરિયાને થાળીમાં કાઢી ઉપરથી થોડું કોપરાનું છીણ અને સૂકા મેવાના ટુકડા ભભરાવી સર્વ કરો
