મકાઈ ના ઢોકળા
સામગ્રી
1 કપ મકાઈ નો ઝીણો લોટ
1 કપ મકાઈ નો કરકરો લોટ
2 ચમચી દૂધી નું છીણ
1 ચમચી કોથમીર સમારેલી
1 લીલું મરચું બારીક સમારેલું
1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
2 ચમચી તેલ
1/2 ચમચી હળદર
1/4 ચમચી મરી પાવડર
નમક સ્વાદ મુજબ
1 ચમચી અજમો
1 ચપટી હિંગ
ALSO READ: નાયલોન પોહા ચિવડા
1/4 ચમચી બેકિંગ સોડા
1 કપ ગરમ પાણી
2 ચમચી તેલ ગ્રીસ કરવા માટે
2 ચમચી ઘી
સર્વ કરવા માટે -
રાજસ્થાની દાળ,લીલી ચટણી
સૌ પ્રથમ બધા વેજિટેબલ તૈયાર કરી લેવા.મકાઈ ના લોટ ને ચાળી લો.તેમાં બધા મસાલા,અજમો, વેજિટેબલ,તેલ અને મીઠા સોડા ઉમેરી દેવા.બધું મિક્સ કરી લેવું.
ALSO READ: ફાફડા-જલેબી બનાવવાની સરળ ગુજરાતી રેસિપી
હવે ગરમ પાણી વડે મધ્યમ લોટ બાંધી તેને 10 મિનિટ ઢાંકી ને રાખી દો.ત્યારબાદ પેંડા જેવો લુવો લઇ હથેળી માં ચપટો કરી ને વચ્ચે થી કાણું કરવું.
આ રીતે બધા ઢોકળા તૈયાર કરી લેવા.ઈડલી ના સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી તેમાં બધા ઢોકળા મૂકી સ્ટીમર માં 15 થી 17 મિનિટ માટે સ્ટીમ કરી,ચેક કરી ને ઉતારી લો.
આ મકાઈ ના ઢોકળા ગરમ હોય ત્યારે જ તેમાં ગરમ ઘી લગાવી લેવું. જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
તો તૈયાર છે સ્વાદિષ્ટ મકાઈ ના ઢોકળા.તેને રાજસ્થાની દાળ કે કઢી અને ચટણી સાથે સર્વ કરી શકાય.આ ઢોકળા વઘારી ને પણ સરસ લાગે છે.
