ફાફડા-જલેબી બનાવવાની સરળ ગુજરાતી રેસિપી
દશેરા હોય કે રવિવારની સવાર, ગરમાગરમ ફાફડા અને રસથી ભરપૂર જલેબીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. હવે બજાર જેવા ક્રિસ્પી ફાફડા અને ક્રિસ્પી-રસદાર જલેબી ઘરે જ સરળતાથી બનાવો
1. ફાફડા બનાવવાની સામગ્રી
બેસન – 2 કપ
અજમો – ½ ટીસ્પૂન
હળદર – ¼ ટીસ્પૂન
હિંગ – 1 ચપટી
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – 2 ટેબલસ્પૂન (મોણ માટે)
પાણી – જરૂર મુજબ
ફાફડા તળવા માટે તેલ
ફાફડા બનાવવાની રીત
એક મોટા વાસણમાં બેસન, અજમો, હળદર, હિંગ અને મીઠું ભેળવો.
તેમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીને બરાબર મિક્સ કરો.
થોડું-થોડું પાણી ઉમેરીને નરમ અને થોડો ચીકણો લોટ બાંધો. લોટને 5-7 મિનિટ સુધી સારી રીતે મસળો.
લોટને ઢાંકીને 15-20 મિનિટ માટે રાખો.
હવે લોટમાંથી નાના લુઆ બનાવો. સ્વચ્છ પ્લેટફોર્મ અથવા ચોપિંગ બોર્ડ પર થોડું તેલ લગાવો.
એક લુઆને લાંબો રાખીને હથેળીથી દબાવતા જાઓ, જેથી લાંબી અને પાતળી પટ્ટી બને. તેને ધીમેથી છરી અથવા સપાટ ચમચાની મદદથી ઉખેડી લો.
કડાઈમાં તેલ ગરમ કરો. મધ્યમ તાપે ફાફડાને ધીમેથી તેલમાં નાખો.
ફાફડા હળવા સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તેને બહાર કાઢી લો.
ટિપ્સ: ફાફડા ક્રિસ્પી બનાવવા માટે લોટને સારી રીતે મસળવો અને ફાફડાને બહુ જાડા ન બનાવો.
2. જલેબી બનાવવાની સામગ્રી
ખીરું બનાવવા માટે
મેંદો – 1 કપ
દહીં – ¼ કપ
હળદર અથવા ફૂડ ગ્રેડ પીળો રંગ – એક ચપટી (વૈકલ્પિક)
પાણી – જરૂર મુજબ
ઈનો – ¼ ટીસ્પૂન (વૈકલ્પિક, જરૂર મુજબ)
ચાસણી બનાવવા માટે
ખાંડ – 1 કપ
પાણી – ½ કપ
એલચી પાઉડર – ¼ ટીસ્પૂન
લીંબુનો રસ – ½ ટીસ્પૂન
જલેબી તળવા માટે ઘી અથવા તેલ
જલેબી બનાવવાની રીત
એક વાસણમાં મેંદો, દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને ગાંઠ વગરનું ખીરું તૈયાર કરો. ખીરું બહુ પાતળું ન હોવું જોઈએ.
ખીરાને ઢાંકીને 8-12 કલાક માટે ગરમ જગ્યાએ આથો આવવા દો. જો ઈનો વાપરતા હો, તો તેને જલેબી બનાવતા પહેલાં ખીરામાં ભેળવો.
હવે એક વાસણમાં ખાંડ અને પાણી નાખીને ગરમ કરો. ખાંડ ઓગળી જાય પછી 5-7 મિનિટ સુધી ઉકાળો.
ચાસણીમાં એલચી પાઉડર અને લીંબુનો રસ ઉમેરો. ચાસણી હળવી ચીકણી હોવી જોઈએ, બહુ જાડી નહીં. તેને ગરમ રાખો.
જલેબી બનાવવા માટે ખીરાને સોસની બોટલ અથવા જલેબી બનાવવાની બોટલમાં ભરો.
કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો. મધ્યમથી ધીમા તાપે ખીરાને ગોળ-ગોળ ફેરવીને જલેબીનો આકાર આપો.
જલેબીને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
ગરમ જલેબીને ગરમ ચાસણીમાં 30-60 સેકન્ડ માટે ડૂબાડો. ત્યારબાદ બહાર કાઢીને પીરસો.
ટિપ્સ: જલેબી ક્રિસ્પી બનાવવા માટે ખીરું યોગ્ય ઘટ્ટ હોવું જોઈએ. તેલ બહુ ગરમ હશે તો જલેબી ઝડપથી બ્રાઉન થઈ જશે અને અંદરથી બરાબર નહીં શેકાય.
3. ફાફડા સાથે પીરસવા માટે ખાસ અથાણું
સામગ્રી
પપૈયું છીણેલું – 1 કપ
લીલાં મરચાં – 1-2
મીઠું – સ્વાદ અનુસાર
હળદર – 1 ચપટી
લીંબુનો રસ – 1 ટીસ્પૂન
તેલ – 1 ટીસ્પૂન
રાઈ – ½ ટીસ્પૂન
બનાવવાની રીત
કડાઈમાં તેલ ગરમ કરીને રાઈનો વઘાર કરો.
તેમાં લીલાં મરચાં અને છીણેલું પપૈયું ઉમેરો.
મીઠું અને હળદર નાખીને 3-4 મિનિટ સુધી હલાવતા રાંધો.
ગેસ બંધ કરીને લીંબુનો રસ ઉમેરો અને ઠંડું થવા દો.
પીરસવાની રીત
એક પ્લેટમાં ગરમાગરમ ફાફડા, તળેલા લીલા મરચાં, પપૈયાની ચટણી અને રસદાર જલેબી પીરસો. ગુજરાતનો લોકપ્રિય નાસ્તો ઘરે જ તૈયાર છે!
