Festival Posters
✕

IND U19 vs ENG U19 Final LIVE Score: ભારતે ઇંગ્લેન્ડને 412 રનનો ટાર્ગેટ આપ્યો, ઈગ્લેંડે એક વિકેટ ગુમાવી

Updated: શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2026 (18:42 IST)
IND U19 vs ENG U19 Final
 
IND vs ENG LIVE Score, Under 19 World Cup 2026 Final: અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશી વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. વૈભવે ૩૨ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેને કેપ્ટન આયુષ મ્હાત્રેનો સાથ મળી રહ્યો છે. ભારતની પહેલી વિકેટ પડી ગઈ છે. અગાઉ, ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ બીજી વખત છે જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ ટાઇટલ મેચમાં એકબીજાનો સામનો કરી રહ્યા છે. અગાઉ, બંને ટીમો અંડર-19  વર્લ્ડ કપ 2022 માં એકબીજાનો સામનો કરી હતી. આ વર્લ્ડ કપમાં બંને ટીમો અજેય છે. ભારત તેની 10 મી ફાઇનલ રમી રહ્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ છઠ્ઠી મેચ રમી રહ્યું છે. ઇંગ્લેન્ડ પોતાનું બીજું ટાઇટલ ઇચ્છી રહ્યું છે. આ ટીમે 1998 માં ફક્ત એક જ વાર ટ્રોફી જીતી હતી, જ્યારે ભારત પાંચ વખત ટાઇટલ જીતી ચૂક્યું છે. ટીમ ઇન્ડિયાએ 311 રનનો પીછો કરીને અફઘાનિસ્તાન સામે સેમિફાઇનલ જીતી હતી. આ દરમિયાન, ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 27  રનથી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.
 
ઇંગ્લેન્ડ U19 (પ્લેઇંગ ઇલેવન): બેન ડોકિન્સ, જોસેફ મૂર્સ, બેન મેયસ, થોમસ રીવ્સ (w/c), કાલેબ ફોકનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લુમ્સડેન, એલેક્સ ગ્રીન
 
ઈન્ડિયા U19 (પ્લેઈંગ ઈલેવન): એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (ડબ્લ્યુ), આરએસ એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, દીપેશ દેવેન્દ્રન
 
વૈભવ સૂર્યવંશી સદીના નિકટ છે. 51 બોલ પર 96 રન, અત્યાર સુધી 8 ચોક્કા અને 8 છક્કા લગાવી ચુક્યા છે.  
 
Ind vs Eng Final LIVE:  ભારત 127/1 
 
16 ઓવરમં ભારતે 127 રન બનાવી લીધા છે. વૈભવ 74  અને આયુષ 41 રન બનાવીને અણનમ છે. બંને બેટ્સમેનો વચ્ચે 107 રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. 

Ind vs Eng Final LIVE: 32 બોલ પર સેંચુરી 

 
વૈભ્વ સૂર્ય્વસંશીએ 32 બોલ પર પોતાની હાફ સેંચુરી પૂરી કરી લીધી છે.  વૈભવે અત્યાર સુધીમાં તેની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે.
 
ભારત 89/1 (11 ઓવર)
 

Ind vs Eng Final LIVE: ભારતનો સ્કોર 80 રન  

 
વૈભવ અને આયુષ મ્હાત્રેએ 39 બોલમાં 61 રનની ભાગીદારી નોંધાવી છે. વૈભવનો આ ત્રીજો સિક્સર છે. વૈભવ હવે 49  રન પર છે.
 
Ind vs England ફાઇનલ લાઇવ: આયુષ મ્હાત્રે પણ ધમાલ મચાવી રહ્યો છે.
 
વૈભવની સાથે આયુષ મ્હાત્રે પણ ધમાલ મચાવી રહ્યો છે. બંને બેટ્સમેન ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે.
 
ભારતનો સ્કોર ૭૯ રન પર પહોંચી ગયો છે. આયુષ મ્હાત્રે 19  બોલમાં 26  અને વૈભવ 29  બોલમાં 42  રન પર છે.

06:37 PM, 6th Feb
ભારતીય ઇનિંગની છેલ્લી ઓવરમાંથી 18 રન આવ્યા. આ સાથે જ ભારતે 50 ઓવરમાં 411 રન બનાવીને ઇંગ્લેન્ડને 412 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ફાઇનલનો આ સૌથી મોટો સ્કોર છે.

<

Innings Break!

India U19 register the highest team total in ICC Men's U19 World Cup knockouts  

Over to the bowlers in the Final  

Updates   https://t.co/hisult7mtv #U19WorldCup pic.twitter.com/8WsIo7bxkU

— BCCI (@BCCI) February 6, 2026 >
 
સેબેસ્ટિયન મોર્ગનને બીજી વિકેટ, ખિલન પટેલ આઉટ
47મી ઓવરમાં ભારતે તેની આઠમી વિકેટ ગુમાવી છે. અહીં ખિલન પટેલ માત્ર 3 રન બનાવીને આઉટ થયો છે. સેબેસ્ટિયન મોર્ગને તેને કેચ આઉટ કરાવીને ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. મોર્ગને આ પહેલા તોફાની બેટિંગ કરી રહેલા અભિજ્ઞાન કુંડુ (40 રન)ને પણ આઉટ કર્યો હતો.
 

03:39 PM, 6th Feb

વિહાન મલ્હોત્રા અને વેદાંત ત્રિવેદી ક્રીઝ પર

 
વૈભવની જ્વલંત ઇનિંગ્સ પછી, વિહાન મલ્હોત્રા અને વેદાંત ત્રિવેદી ક્રીઝ પર છે. બંને હવે સાવધાનીપૂર્વક ઇનિંગ્સને આગળ ધપાવી રહ્યા છે.
 
 

IND vs ENG U19 Final LIVE: 175 રનની રમત રમીને વૈભવ આઉટ 
 

વૈભવ 175  રન બનાવીને આઉટ થયો. તેણે 80  બોલનો સામનો કર્યો અને તેની ઇનિંગમાં 15  ચોગ્ગા અને 15  છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઇક રેટ 218.૭૫ હતો અને તે મેની લમ્સડેનના બોલ પર વિકેટકીપર દ્વારા કેચ આઉટ થયો.

વધુ જુઓ..

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલને ધરાવો આ ખાસ નૈવેદ્ય, જાણો પરંપરાગત મીઠાઈઓની રેસિપી

વધુ જુઓ..

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

આગળનો લેખ
Show comments