Dharma Sangrah
✕

એશિયન ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, 147 રનથી હારવા છતા પણ શ્રીલંકાને મળ્યો સિલ્વર

Updated: મંગળવાર, 22 સપ્ટેમ્બર 2026 (13:55 IST)
Photo Credit: BCCI
 
નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકા વચ્ચે એશિયન ગેમ્સ 2026 ની ફાઈનલ મેચ રમાઈ. આ મેચને જીતીને ટીમ ઈંડિયાએ આ એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. બીજી બાજુ શ્રીલંકાને સિલ્વર મેડલ મળ્યો. આ પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને બ્રોંઝ મેડલ પોતાને નામે કર્યો હતો. ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને 147 રનથી શ્રીલંકાને એકતરફા હરાવ્યુ. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકશાન પર 216 રન બનાવ્યા હતા.  જવાબમાં શ્રીલંકા મહિલા ટીમ 15.4 ઓવરમાં 69 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ.  
ALSO READ: આઈ લવ યુ' લખવા બદલ 9 વર્ષના વિદ્યાર્થીને માર માર્યો, માતાએ પ્રિન્સિપાલ અને શિક્ષક વિરુદ્ધ FIR નોંધાવી

મંઘાના અને ઋચા ઘોષએ  રમી સર્વોત્તમ રમત 

એશિયન ગેમ્સની ફાઇનલમાં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા પછી, ભારતીય મહિલા ટીમે શ્રીલંકા માટે 217 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો. ભારતે શાનદાર શરૂઆત કરી, ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે 99 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. વિસ્ફોટક બેટિંગ કરતી મંધાનાએ માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, 45 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 79 રન બનાવ્યા. શેફાલી વર્મા પોતાની અડધી સદી ચૂકી ગઈ અને 48 રન બનાવી આઉટ થઈ, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર ફક્ત 19 રન બનાવી શકી. ત્યારબાદ રિચા ઘોષે ઝડપી 49 રન બનાવીને ટીમને 200 રનનો આંકડો પાર પહોંચાડ્યો. તેણીએ 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા અને ભારતી સાથે 53 રન ઉમેર્યા. આમ, ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 216 રન બનાવ્યા, જે મહિલા એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર બન્યો.

શ્રીલંકાના બેટ્સમેન દબાણ હેઠળ ભાંગી પડ્યા.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાના બેટ્સમેનોની શરૂઆત સારી રહી ન હતી. શરૂઆતથી જ તેમના બેટ્સમેન દબાણ હેઠળ દેખાયા. ઓપનર ઇમેશા દુલાની 10 બોલમાં 3 રન બનાવીને આઉટ થઈ ગઈ, જ્યારે હસિની પરેરા એક પણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફરી. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 21 બોલમાં 29 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. ત્યારબાદ કવિશા દિલહારીએ 11 રન બનાવ્યા. બાકીના બેટ્સમેન નોંધપાત્ર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ લીધી. શ્રી ચરાણી અને શ્રેયંકા પાટીલે 2-2 વિકેટ લીધી

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

આગળનો લેખ
Show comments