Daily Horoscope
✕

Monsoon Hair Fall Tips: ચોમાસામાં વાળ ખરતા અટકાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

Updated: બુધવાર, 24 જૂન 2026 (15:04 IST)
ચોમાસાની ઋતુમાં ભેજ અને ભીનાશ વધવાને કારણે વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની જાય છે. યોગ્ય કાળજી રાખવાથી તમે વાળને મજબૂત અને સ્વસ્થ રાખી શકો છો.
 

1. વાળને સ્વચ્છ રાખો

ચોમાસામાં સ્કાલ્પ પર ધૂળ, ગંદકી અને પરસેવો વધુ જમા થાય છે. અઠવાડિયામાં 2-3 વખત માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોવો.
 

2. ભીના વાળ બાંધશો નહીં

ભીના વાળ બાંધવાથી વાળના મૂળ નબળા પડે છે અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધે છે. વાળ સંપૂર્ણ સુકાઈ જાય પછી જ બાંધો.
 

3. નિયમિત તેલ મસાજ કરો

નાળિયેર, બદામ અથવા આંવળાના તેલથી હળવો મસાજ કરવાથી વાળના મૂળ મજબૂત બને છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.

4. પૌષ્ટિક આહાર લો

પ્રોટીન, આયર્ન, ઝિંક અને વિટામિનથી ભરપૂર ખોરાક જેમ કે લીલા શાકભાજી, દાળ, ઈંડા અને ડ્રાયફ્રૂટ્સનું સેવન કરો.

5. વધુ હીટ સ્ટાઈલિંગ ટાળો

હેર ડ્રાયર, સ્ટ્રેટનર અને કર્લિંગ મશીનનો વધુ ઉપયોગ વાળને નબળા બનાવી શકે છે. શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરો.
 

6. પૂરતું પાણી પીવો

શરીરને હાઈડ્રેટ રાખવાથી વાળ અને ત્વચા બંને સ્વસ્થ રહે છે. દરરોજ પૂરતું પાણી પીવાની ટેવ રાખો.
 

7. પહોળા દાંતવાળી કાંસીનો ઉપયોગ કરો

ભીના વાળમાં ઝટકા મારીને કાંસકો ન ફેરવો. પહોળા દાંતવાળી કાંસીથી ધીમે ધીમે વાળ ઉકેલો.
 

8. વરસાદમાં ભીના થયા પછી તરત વાળ ધોઈ લો

વરસાદી પાણીમાં રહેલા પ્રદૂષકો વાળને નુકસાન પહોંચાડી શકે છે. વરસાદમાં ભીના થયા પછી સ્વચ્છ પાણીથી વાળ ધોઈ લો.

Edited By- Monica Sahu 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

'સુપર અલ નીનો' ભારત સહિત વિશ્વમાં તીવ્ર ગરમી લાવશે તેવી શક્યતા સાથે, 350,000 લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

Diwali Snacks Planning for Working Women- વર્કિંગ વુમન માટે દિવાળી નાસ્તા પ્લાનિંગ

MLC નુ કામ શુ હોય છે, આની ચૂંટણી કેવી રીતે થાય છે ? વિધાન સભ્યને કેટલી મળે છે સેલેરી ?

અંડમાન અને નિકોબાર ટાપુઓ પર 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે બામ્બૂ ફ્લેટથી 218 કિમી દૂરના વિસ્તારો હચમચી ગયા

નસીરુદ્દીન શાહના વીડિયો પર રાજકીય હોબાળો - રિજિજુએ કહ્યું - હું તેમનો આદર કરતો હતો, પરંતુ તે ખતરનાક શહેરી માનસિકતા ધરાવતો નક્સલી છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3૦ ઓક્ટોબર 2026

Pushya Nakshatra 2026: દિવાળી પહેલા ખરીદીનુ મહામુહૂર્ત પુષ્ય નક્ષત્ર ક્યારે છે ? જાણો આ દિવસે શુભ મુહુર્તમાં શુ ખરીદવુ

Karwa Chauth Vrat Katha - કરવા ચોથ વ્રત કથા (સાંભળો વીડિયો)

આજનુ પંચાગ - 29 ઓક્ટોબર 2026

Karwa Chauth Wishes in Gujarati - કરવા ચોથના રોમાંટિક મેસેજ, શાયરી અને ક્વોટ્સ દ્વારા આપો કરવા ચોથની શુભેચ્છા

આગળનો લેખ
Show comments