Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગુજરાતી નિબંધ- ઉનાળાનો બપોર

Updated: બુધવાર, 14 જુલાઈ 2021 (17:23 IST)
ગ્રીષ્મનો મધ્યાહન/ઉનાળાનો બપોર / બળબળતા જામ્યા બપોર 
 
મુદ્દા- પ્રકૃતિનું રોદ્ર રૂપ 2. નિર્જનત અને શાંતિ 3. પશુપંખી અને માનવીની હાલત 4. ગરમીની અસરથી બચવાની પ્રયુક્તિઓ 5. મધ્યાહનનો વૈભવ 
ઉનાળાની બપોરે એટલે બળતી ભટ્ટીનો બફારો! ઉનાળાના બપોર એટલે અસહ્ય ઉકળાટ અને ગરમીની પરાકાષ્ઠા! ગ્રીષ્મનો મધ્યાહન એટલે ઉષ્ણતાનો ઉકળતો ચરૂ! પ્રકૃતિના રોદ્ર સ્વરૂપની એક ઝાંખી ઉનાળાનો બળબળતા બપોરે જ થાય. ધરતી અબે આકાશ બન્ને પર જ્યારે ગરમીનું સામ્રાજ્ય વ્યાપી જાય ત્યારે ક્ષિતિજ જાણે હાંફતી ન હોય એવો ભાસ થાય! રૂઠીલીને રિસાયેલી, ખિજાયેલીને ક્રોધે ભરાયેલી કુદરત જાણે બધું બાળીને ભસ્મ કરી નાખવા હઠે ન ભરાઈ હોય એમ સડકો વૃક્ષો, મકાનો અને જળાશયો-બધા બળુંબળું થઈ રહ્યા હોય ત્યરે સમજી લેવું કે ઉનાળો બરાબર જામ્યો છે! 
ઉનાળાના ધોમધખતા બપોરે માનવીમાત્રના આનંદોલ્લાસમાં, વાહનવ્યવહારની ગતિવિધિમાં, પશું પંખીઓની ચહલપહલમાં અને સમસ્ત પ્રાકૃતિક વાતાવરણમાં ભાએ રે ઓટ અને મંદી આવી જાય છે. એક બાજુ, સૂર્યનારાયણ ગરમીની પ્રચંડ અગ્નિવર્ષા વરસાવતા હોય અને બીજી બાજુ ઉનાઉના લૂભર્યા વૈશાખી વાયરા ફૂંકાતા હોય ત્યારે શહેરોના હ નહિ ગામડોના રસ્તાઓ પણ સૂમસામ અને નિર્જાન બની જાય છે. એટલું જ નહિ  જાણે એ વધારે પહોંલા ન થયા હોય એવો ભાસ થાય છે. 
 
તડકાની પ્રચંડ સેરોથી ત્રાસી ગયેલા મૂંગા પશુઓ કયાંક પાણીમાં કાદવમાં કે ઝાડની આછીપાતળી છાયામાં વાગોળતાં, અળોટતાં કે હાંફતાં નજરે પડે છે. લાચાર ભોલાં પંખીડા બિચારા પોતપોતાના માળાઓમાં, મકાનોની બખોલોમાં કે ઘટાદાર વૃક્ષની ડાળીઓમાં ડોક ઢાળીને, લપાઈને કે સંતાઈને મધ્યાહન ઢળવાની રાહ જોતા હોય છે. શ્રીમંત વર્ગના માનવીઓ પોતપોતાના વ્યવસાય-સ્થળે યા ઘેર બપોરના બે-ચાર કલાકનો સમય આરામમાં કે ઉંઘવામાં પસાર કરી નાખે છે. બાકી એ વર્ગ સિવાયના મધ્યમવર્ગના અને ગરીબવર્ગના માનવીઓ તો પરસેવો રેબઝેબ થતા-થતા પણ પોતાના કમા-ધંધાને વળગેલા હોય છે. વસ્તી યા ચેતનની દ્ર્ષ્ટિએ કોઈએ તો થોડાક રડયાખડયા શ્રમજીવી મજૂરો આકાશમાં ચકરવા લેતી એકાદ બે સમડીઓ,મૃગજળ પાછડ દોડ મૂકતા  કો'ક  કો'ક હરણાં અને એકાએક મૂકી ઉઠતા એકલવાયા ગધેડા સિવાય જીવંત સૃષ્ટિનો ઝાઝો અણસારો જોવા સાંભળવા મળતો નથી. 
 
ગરમીથી બચવાનો પશુપંખીઓ પાસે તો અન્ય કોઈ ઉપાય નથી, પરંતુ બુદ્ધિશાળી માનવપ્રાણીએ ગરમીની અસર ઓછી લાગે તો માટે જાતજાતની યુક્તિ-પ્રયુક્તિ શોધી કાઢે છે. સફેદ બારીક વસ્ત્રો પરિધાન કરવા બહાર નીકળકાનું થાય તો ટોપી, હેટ કે છત્રીઓ ઉપયોગ કરવો. ઘરમાં ઑફિસમાં, હોટલોમાં અને છબી ઘરોમાં પંખા તથા વાતાનુકુલિતની વ્યવસ્થા કરવી. ગરમ લૂનો મારો રોકવા ખસની ટટ્ટીઓ ભીની કરીને બાંધવી; ઠંડા પીણાં, ફ્રીજનું પાણી, આઈસક્રીમ વગેરીએ લિજ્જત માણીને કોઠો ટાઢો કરવો. પૈસાની છૂટ હોય તો કોઈ ગિરિનગર પર કે દરિયાકિનારે હવા ખાવા ઉપડી જવું. વગ્રે અનેક તરકીબો દ્વારા માનવીને ગરમી સામે રક્ષણ અને રાહત મેળવવા કમર કસી છે. 
 
ગ્રીષ્મના બપોરને કવિ-લેખકોએ પોતપોતાની રીતે શબ્દોમાં આલેખ્યો છે. કોઈને તેમાં વૈરાગી બાવાનું તો કોઈએ તેમાં જટાળા જોગીનું, તો કોઈઈ તેમાં ભસ્માક્તિ, તો કોઈને શિકારી કૂતરાંનું દર્શન થયું છે. કાકા કાલેલકરે તો ત્યાં સુધી કહી દીધું છે કે, ભેંસો દૂધ દોહરાવતી વખતે જેવી રીતે આંખો મીંચી નિ: સ્તબ્ધ ઉભી રહે છે તેની રીતે, ઉનાળાનું આકાશ તડકાની સેરો છોડતું ઉભું રહે છે..."  

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments