Daily Horoscope
✕

સ્વાસ્થ્ય કેર : તમે જાણો છો કંઈ શાકભાજીના છાલ હોય છે ગુણકારી

Updated: મંગળવાર, 8 નવેમ્બર 2016 (11:57 IST)
જેમ કે,...

બટાકા - બટાકાની છાલ બહુ હેલ્ધી હોય છે કારણ કે તેમાં વિટામિન, દ્રવણશીલ ફાઇબર અને ખનીજના પૂરતા સ્રોત રહેલા છે. 1-2 બટાકાની છાલ ખાવાથી તમારા શરીરના પોષકતત્વોની દૈનિક જરૂરિયાત પૂરી થઇ શકે છે. સાથે તેમાં સારી એવી માત્રામાં ફાઇબર છે જે પેટ સાફ કરવાનું કામ કરશે. સંશોધનો દ્વારા જાણી શકાયું છે કે એક બટાકાની છાલમાં સંતરાની સરખામણીએ વધુ વિટામિન સી હોય છે. તો હવે પછી જ્યારે બટાકાનું શાક બનાવો ત્યારે તેની છાલ છોલીને ન બનાવતા તેને સારી રીતે ધોઇને બનાવી ખાજો.

કાકડી - કાકડીનો આપણે મોટેભાગે સેલેડમાં પ્રયોગ કરીએ છીએ. તેમાં પુષ્કળ માત્રામાં કેલરી હોય છે માટે જેઓ ડાયટિંગ કરે છે તેમને આનું સેવન કરવાની મનાઇ હોય છે. પણ શું તમે જાણો છો કે આની છાલ આપણા સ્વાસ્થ્ય માટે બહુ પૌષ્ટિક છે? તેમાં દ્રવણશીલ ફાઇબર હોય છે અને એ પણ માનવામાં આવે છે કે કાકડી પેટના કેન્સરનો પ્રાકૃતિક ઇલાજ છે.

કોળુ - મોટાભાગે કોળાના પરિવારના શાકભાજીની છાલમાં ઝિંકની માત્રા વધુ હોય છે. આ તત્વ સારી ત્વચા અને નખ માટે આવશ્યક ગણાય છે. આ સિવાય છાલમાં રહેલા બીટા કેરોટિન પણ હૃદય રોગ અને કેન્સરથી બચાવે છે. માટે એ જરૂરી છે કે જ્યારે પણ રસોઇમાં કોળાનો પ્રયોગ કરો ત્યારે તેને છાલ સાથે જ વાપરો.

સલગ મ - આ એક અત્યંત રંગીન શાક છે જેમાં ન્યુટ્રિયન્ટ્સ અને એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ સારી એવી માત્રામાં હોય છે. તેની છાલમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. આ શાકને છાલ સાથે ખાવાથી કોઇ પરેશાની નહીં થાય કે ન તો તેના સ્વાદમાં કોઇ પરિવર્તન થશે. તમે આને કાચું અને રાંધીને એમ બંને રીતે ખાઇ શકો છો.

રીંગણ - જાંબલી રંગના આ શાકને એન્ટીઓક્સિડેન્ટનું પાવરહાઉસ ગણવામાં આવે છે. માટે તમારે આ શાક પસંદ કરતી વખતે અત્યંત ઘાટ્ટા રંગના રિંગણ પસંદ કરવા જોઇએ. આ શાક બનાવતી વખતે તેને છાલ સહિત કાપશો તો શાક ટેસ્ટી બનશે અને પૌષ્ટિક પણ.

વધુ જુઓ..

દેશભરમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય, 21 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી

જિયો IPO અંગે એનાલિસ્ટ્સ આશાવાદી, લિસ્ટિંગ વખતે 15-20% સુધીના ઉછાળાની અપેક્ષા

LIVE : અભિજીત દિપકેના ઘરે પહોંચી દિલ્હી પોલીસ, CJP નો લહેરા દો તિરંગા માર્ચ આજે, કનૉટ પ્લેસ વિસ્તારમાં 25 હજાર જવાનો ગોઠવાયા

એક મહિલાએ તેના પતિ સાથે મળીને તેના પ્રેમીની હત્યા કરી, તેના મૃતદેહને કોથળામાં ભરીને નહેરમાં ફેંકી દીધો.

દિલ્હીની રામલીલામાં રાવણની સાથે વંદાના પૂતળાનું પણ થશે દહન

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments