Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્રત/ઉપવાસ કરવાના આ 9 ફાયદા જાણીને ચોંકી જશો

ગુરુવાર, 6 ઑક્ટોબર 2016 (12:18 IST)
વ્રત કે ઉપવાસ કરવો એને સામાન્ય રીતે શ્રદ્ધા અને ભક્તિ સાથે જ જોડીને જોવામાં આવે છે.  બીજી બાજુ કેટલાક એવા પણ લોકો છે જે એવુ સમજીને વ્રત કરે છે કે આ બહાને તેમનુ વજન ઓછુ થઈ જશે પણ ખૂબ ઓછા લોકો જાને છેકે વ્રત કરવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. 
 
વ્રત કરવાથી શરીરની અંદર રહેલા ઝેરીલા પદાર્થો સાફ થઈ જાય છે.  આ સાથે જ પાચન ક્રિયા પણ પહેલા કરતા સારી થઈ જાય છે. 
 
આ છે એ 9 કારણો જેના આધાર પર આપણે કહી શકીએ છીએ કે વ્રત કરવાથી વય વધે છે. 
 
1. વ્રત કરવા દરમિયાન ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી થઈ જાય છે. જેનાથી ચરબી ઝડપથી પીઘળવી શરૂ થઈ જાય છે. 
 
2. ફેડ સેલ્સ લૈપ્ટિન નામનુ હાર્મોન સ્ત્રાવિત કરે છે. વ્રત દરમિયાન ઓછી કેલોરી મળવાથી લૈપ્ટિનની સક્રિયતા પર અસર પડે છે અને વજન ઓછુ થાય છે.  
 
3. વ્રત દરમિયાન કેટલાક જરૂરી પોષક તત્વોને લેવા જરૂરી છે. નહી તો વ્રત કરવુ તમારી માટે તકલીફદાયક બની શકે છે. વ્રત પછી તમે જ્યારે પણ કશુ ખાવાનો પ્રયત્ન કરો તો કોશિશ કરો કે તે ફેટથી ભરેલુ ન હોય પણ પૌષ્ટિક હોય.. નહી તો વજન ઘટવાને બાલે વધશે. 
 
4. વ્રત કરવાથી નવી રોગ પ્રતિરોધક કોશિકાઓ બનવામાં મદદ મળે છે. યૂનિવર્સિટી ઓફ સાઉથ કૈલીફોર્નિયાના વિશેષજ્ઞોનુ માનીએ તો કૈસરના દર્દીઓ માટે વ્રત કરવુ લાભકારી હોય છે. ખાસ કરીને એ દર્દીઓ માટે જે કીમોથેરેપી લઈ રહ્યા છે. 
 
5. જરૂરી નથી કે જ્યારે કોઈ ધાર્મિક અવસર હોય તો જ તમે વ્રત કરો. શરીરની અંદરની ગંદકીને સાફ કરવા અને પાચનક્રિયાને સારી બનાવવા માટે તમે ક્યારેય પણ સુવિદ્યામુજબ વ્રત કરી શકો છો. 
 
6 . અનેક અભ્યાસોમાં જોવા મળ્યુ છે કે થોડા સમય માટે વ્રત કરવાથી મેટાબૉલિક રેટમાં 3 થી 14 ટકા વધારો થાય છે. જો ખરેખર આવુ છે તો તેનાથી પાચનક્રિયા અને કૈલોરી બર્ન થવામાં ઓછો સમય લાગશે. 
 
7. વ્રત કરવાથી મગજ પણ સ્વસ્થ રહે છે. વ્રત કરવાથી ડિપ્રેશન અને મસ્તિષ્ક સાથે જોડાયેલ અનેક સમસ્યાઓમાં ફાયદો થાય છે. 
 
8. વ્રત કરવા દરમિયાન તમને એ વાતનો પણ અંદાજ થઈ જાય છે કે તમારુ ખાવુપીવુ કેટલુ અયોગ્ય છે. 
 
9. આજના સમયમાં તણાવ એક ખૂબ મોટી મેડિકલ પ્રોબ્લેમ છે. વ્રત કરવાથી તણાવમાં ઘટાડો થાય છે.  

વધુ જુઓ..

મુંબઈમાં મોહરમમાં આવેલા લોકોને પેનકિલર બતાવીને આપી રહ્યો હતો ઝેરી કેપ્સ્યુલ્સ, ટારગેટ પર હતા 30 હજાર લોકો

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

વુમંસ ટી 20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈંડિયાની કરો યા મરો મેચ, કેવો છે બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ

અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના: 5 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર 54 વર્ષીય સફાઈ કામદારની ધરપકડ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 જૂન 2026

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાય, કરિયર અને નાણાકીય ક્ષેત્રમાં મળશે લાભ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 27, 20226

આગળનો લેખ
Show comments