Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Updated: શનિવાર, 21 ફેબ્રુઆરી 2026 (13:27 IST)
આ દિવસોમાં દેશ અને દુનિયામાં સ્થૂળતા રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. લોકો વધુને વધુ મેદસ્વી બની રહ્યા છે. વજન વધવાને કારણે આપણું શરીર હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, શુગર વગેરે જેવી અનેક ગંભીર બીમારીઓનું ઘર બની જાય છે. ખાસ કરીને, ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ ઝડપથી વધે છે, તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સૌથી પહેલા સ્થૂળતા ઓછી કરો. જેવો વધેલા વજનમાં ઘટાડો થશે (how to reduce obesity ), અડધી બીમારીઓ તો આપમેળે જ ગાયબ થઈ જશે.  આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, ઉત્તમ આહાર અને કસરતની સાથે, જીરા અને મેથીનો આ વર્ષો જૂનો દેશી ઘરેલું ઉપાય  જરૂર અજમાવો.
 

કેવી રીતે  કરશો જીરા અને મેથીનો ઉપાય ? 
 

5 ચમચી જીરું, 5 ચમચી મેથી, 5 ચમચી વરિયાળી અને તજનો ટુકડો લો. જીરા, મેથીની સાથે વરિયાળી અને તજ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. જીરામાં એવા કમ્પાઉન્ડ હોય છે જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર મેથી સ્થૂળતા તેમજ શુગરને નિયંત્રિત કરે છે. વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. એટલે કે આ મસાલા માત્ર વજન જ ઓછું નથી કરતા પણ બીજી ઘણી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.
 

જીરા-મેથીનો પાઉડર કેવી રીતે બનાવશો?
 

જીરું, મેથી, વરિયાળી અને તજના ટુકડા લો. હવે આ મસાલાને એક પેનમાં નાખીને ધીમી આંચ પર એકસાથે શેકી લો. આ મસાલો હળવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમને મિક્સરમાં બારીકવાટીને પાવડર બનાવી લો.
 

વજન ઘટાડવામાં આ પાણી ફાયદાકારક છે
 

દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી આ પાવડર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરો. તમારું વજન ઘટાડવાનું પાણી તૈયાર છે આ પાણીને એક મહિના સુધી પીવાથી તમારું વજન ઝડપથી ઘટશે.
 

આ સમસ્યાઓમાં પણ છે અસરકારક 
 

જો બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો આ પાણી જરૂર પીવો, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહેશે. તેમજ હાર્ટની તબિયત સારી રહેશે.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments