Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

Updated: ગુરુવાર, 3 એપ્રિલ 2025 (15:56 IST)
ખરાબ લાઈફસ્ટાઈલને કારણે હાઈ યૂરિક એસિડની સમસ્યા ખૂબ થવા માંડી છે. યૂરિક એસિડને ડાયેટથી કંટ્રોલ કરી શકાય છે.  એકવાર જ્યારે શરીરમાં યૂરિક એસિડનુ લેવલ વધી જાય તો વ્યક્તિ માટે ચાલવુ ફરવુ પણ મુશ્કેલ થઈ જાય છે. સાંધામાં તેજ દુ:ખાવો પરેશાન કરવા માંડે છે. પગની આંગળીઓ, હાડકા અને ઘૂંટીમાં સોજો આવી જાય છે.  પંજામા ખૂબ દુખાવો અને ખૂંપતુ હોય તેવુ લાગે છે. જેનાથી તમારી સમગ્ર દિનચર્યા પ્રભાવિત થવા માંડે છે.  તેથી ડાયેટ સમજી વિચારીને લેવો જોઈએ.  જે વસ્તુઓમાં પ્યુરીનની માત્રા વધુ હોય છે તેને ખાવાથી બચો. સાથે જ તળેલુ અને વધુ ગળ્યુ ખાવાની ટેવ છોડી દો. ફેટ્સ અને હાઈ પ્રોટીન ડાયેટ શરીરમાં યૂરિક એસિડને વધારી શકે છે. તેથી રસોઈમાં કુકિંગ ઓઈલનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ.  જાણો યૂરિક એસિડ વધતા કયા તેલમાં રસોઈ બનાવીને ખાવી જોઈએ ?
 
યૂરિક એસિડમાં કયુ તેલ ખાવુ જોઈએ ?
 
રસોઈ બનાવવાના તેલ પણ યૂરિક એસિડનુ સ્તર વધારવામા કે ઓછુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી ડાયેટમા એવુ હેલ્ધી ઓઈલ જ વાપરો જે યૂરિક એસિડને ઘટાડવામાં મદદ કરતુ હોય.   
 
ઓલિવ ઓઈલ - હાઈ યૂરિક એસિડના દર્દીને ખાવામા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. ઓલિવ ઓઈલને બીજા તેલના મુકાબલે ઓછુ નુકશાનદાયક માનવામાં આવે છે. તેમા હેલ્ધી ફેટ્સ અને એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે. ઓલિવ ઓઈલમા બનાવેલ રસોઈથી યૂરિક એસિડનુ લેવલ ઝડપથી વધતુ નથી.  સાથે જ ઓલિવ ઓઈલ સો ઓછો કરે છે. તેના એંટી-ઈફ્લેમેટરી ગુણ સાંઘાના દુખાવાને ઘટાડે છે.  
 
સનફ્લાવર ઓઈલ - સૂરજમુખીના બીજોમાંથી બનેલ સનફ્લાવર ઓઈલ પણ લાઈટ માનવામાં આવે છે.  આ તેલને કુકિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.  સૂરજમુખીનુ તેલ ખાવાથી યૂરિક એસિડ ને ઘટાડી શકાય છે. અનેક રિસર્ચમાં પણ  આ વાત સામે આવી છે. 
 
યૂરિક એસિડ કેવી રીતે કરો કંટ્રોલ  
ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન સ્વાતિ સિંહનુ માનીએ તો યૂરિક એસિડ હાઈ હોવાનો સીધો સંબંધ ભલે કુકિંગ ઓઈલ સાથે ન હોય પણ આ તમારી ડાયેટ અને લાઈફ સ્ટાઈલનો એક ભાગ છે.  અનેક રિસર્ચમાં જોવા મળ્યુ કે સરસવનુ તેલ યૂરિક એસિડને હાઈ કરવા તરફ લઈ જાય છે.  તેથી જે લોકો ઓઈલી ફુડ ખાય છે તેમણે પોતાના તેલ નુ  પણ ધ્યાન રાખવુ જ ઓઈએ.  આ ઉપરાંત ઓછુ પાણી પીવાથી અને એક્સરસાઈઝ ઓછી કરવાથી યૂરિક એસિડ હાઈ થાય છે. 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments