Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સત્ય સાંઈ બાબાની જીવંત કથા

Updated: બુધવાર, 24 એપ્રિલ 2019 (10:35 IST)
હાથ વડે શિવલિંગ કાઢવાનો દાવો...
આ છે પ્રશાંતિ નિલમયના ભગવાન સત્ય સાંઈબાબા... 

આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના પ્રશાંતિ નિલમયમાં રહેતા સત્ય સાઁઈ બાબા, જેમની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ખૂબજ પ્રખ્યાત છે. 

સત્ય સાઁઈબાબા સાથે સંકળાયેલ ઘણી ઘારણાઓ છે. તેમના શ્રદ્ધાળુઓનુ કહેવુ છે કે તેઓ શ્રદ્ધાળુઓના દુ:ખ દર્દને ગ્રહણ કરી તેમની તકલીફો લઈ લે છે. ક્યારેક ભભૂત, ખાવાના પદાર્થો તો ક્યારેક આભૂષણોને રજૂ કરીને અનેક પ્રકારના ચમત્કારો બતાવીને પોતે ભગવાન હોવાની સાબિતી આપે છે. તેમના ચમત્કારો સાથે સંકળાયેલી કેટલીય દંતકથાઓ સાંભળવા મળતી રહે છે. જેવી કે ભૌતિક રૂપે અંતર્ધ્યાન, ગ્રેનાઈટ પત્થરનુ સાકરમાં રૂપાંતર, પાણીનુ અન્ય કોઈ પીવાના પીણામાં પરિવર્તન, મનગમતે વસ્તુઓને પ્રગટ કરવી, કપડાનો રંગ બદલી નાખવો, વસ્તુઓને પરિવર્તિત કરી દેવી, ચમત્કારી પ્રકાશ ફેલાવવો વગેરે બાબાના ચમત્કારોનો દાવો તેમના ભક્તો કરે છે. 
   
સત્ય સાઁઈબાબા મુજબ તેમના દ્વારા વસ્તુઓ પ્રગટ કરવી તેમની આધ્યાત્મિક સંરચનાનુ જ એક રૂપ છે પણસાથે સાથે તેમણે પરીક્ષાને માટે ચમત્કારોને કરવાની ચોક્કસ ના પાડી દીધી. બીજી બાજુ કેટલાક આલોચકોનુ માનવુ છે કે આ ચમત્કારો માત્ર હાથની સફાઈ છે. 

ભારતીય ઘણા છાપા કે પત્રિકાઓએ બાબા સાથે સંકળાયેલી આ દંતકથાઓને ચમત્કારનુ રૂપ આપ્યુ, તો કદી છલ કપટનું નામ. કેટલીય વાર બાબાને ધૂતારાની સંજ્ઞા પણ આપી. તો કેટલાક લોકોએ સુવર્ણ નિયંત્રણ એક્ટ હેઠળ બાબા પર સુવર્ણનુ ભૌતિકીકરણનો આક્ષેપ લગાવ્યો, પણ આ કેસને આધ્યાત્મિક આધારે રદ કરવામાં આવ્યો હતો. 

 
  W.D
ઓક્ટોબર 2007માં બાબાએ જાહેર કર્યુ કે તેઓ ચંદ્રમાં પર પ્રકટ થવાના છે અને શ્રધ્ધાળુઓને તેમની સાથે સ્થાનીક હવાઈ મથક સુધી તેમનુ અનુકરણ કરવાનુ નિવેદન કર્યુ. પણ ચંદ્રમા પર વાદળોના ધેરાવવાથી બાબા આ ચમત્કાર કરવામાં નિષ્ફળ રહ્યા અને એક કલાક સુધી રાહ જોયા પછી તેમણે ખાલી હાથ જ પાછુ ફરવુ પડ્યુ. નિરાશ શ્રધ્ધાળુઓનો આક્રોશને ખૂબ જ મુશ્કેલીથી રોકયો. ત્યા બીજી બાજુ કેટલાક બુધ્ધિશાળીઓનો દાવો છે કે બાબાએ ફક્ત લોકપ્રિયતા વધારવા માટે જ આ ચમત્કારનો દાવો કર્યો હતો 

આના જવાબમાં બાબાએ ફક્ત એટલુ જ કહ્યુ કે 'હું ઈશ્વર છું અને તમે પણ ઈશ્વર છો, મારામાં અને તમારામાં ફક્ત એટલુ જ અંતર છે કે, હું સત્ય જાણુ છુ અને તમે લોકો નથી જાણતા. આ વિષય પર તમે શુ વિચારો છો ? તે અમને જરૂરને જરૂર જણાવો..

વધુ જુઓ..

'હરે કૃષ્ણનો જાપ કરતો રહ્યો, જન્માષ્ટમી પર પોતાનો જીવ બચાવ્યો'; 9 દિવસ પછી સુરંગમાંથી બહાર નીકળ્યો માણસ, અગ્નિપરીક્ષાની વાતો કરી

ગાંધીનગરમાં અંધશ્રદ્ધાનો અતિરેક: પુત્રની ઘેલછામાં પિતાએ પોતે જ પોતાનું પેટ ચીર્યું, ડોક્ટરોએ બચાવ્યો જીવ

આગામી 15 કલાકમાં 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ ચેતવણી આપી છે

દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર CJP નુ પ્રદર્શન, પાર્ટી કાર્યકર્તાના પિતા પર હુમલો કરનારા વિરુદ્ધ એક્શન ની માંગ

ગુજરાતના યાત્રાધામોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી: દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 સપ્ટેમ્બર , 20226

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી મધુરાષ્ટકમ

Janmashtami Bhog- 56 ભોગ ન બનાવી શકો? જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને અર્પણ કરો આ 7 ભોગ, પ્રસન્ન થશે લડ્ડુ ગોપાલ

આગળનો લેખ
Show comments