Daily Horoscope
✕

ફરાળી વાનગીઓ - ઉપવાસની વાનગીઓ

Updated: બુધવાર, 24 ઑગસ્ટ 2016 (17:45 IST)
વિધ િ- સૌથી પહેલા મોરૈયાને ધોઇ 10 મિનિટ માટે રહેવા દો પછી ભારે તળિયાના વાસણમાં ઘી નાખી ગર્મ કરી પછી તેમાં મોરૈયો નાખી ધીમે તાપ પર સેકો. તેમા દૂધ નાખી ઉકાળો. જયારે તેના દાણા ચઢી જાય ત્યારે તેમાં ખાંડ અને સુકા મેવા નાખી સર્વ કરો.

બટાકા ની બરફી



સામગ્રી - બટાકા 500 ગ્રામ, શક્કર 4 ચમચી, ઘી 4 ચમચી, એલચી પાવડર 1/2 ટી સ્પૂન, સૂકા મેવા સજાવટ માટે.

બનાવવાની રીત  - સૌથી પહેલા બટાકાને બાફીને મસળી લો પછી પેનમાં ઘી ગરમ કરી બટાકાના મિશ્રણ નાખી ધીમી આંચ ઉપર સેકી તેમાં ખાંડ, ઈલાયચી પાવડર અને સમારેલા મેવા નાખી એક થાળીમાં ઘી લગાવી મિશ્રણ ને ફેલાવી દો. છરીથી કાંપા પાડી દો, કાજુ બાદામ થી સજાવી સર્વ કરો .

આગળ કોળાની ખીર

કોળાની ખીર
P.R


સામગ્ર ી - કોળું ૨૫૦ ગ્રામ , દૂધ ૧/૨ લીટર, ખાંડ ૪ ચમચી, ઘી ૨ ચમચી, ઈલાયચી પાવડર ૧/૨ ટી સ્પૂન, સૂકા મેવા ઇચ્છાનુસાર

વિધ િ- સૌથી પહેલા કોળાને છીણી લો. હવે જાડા તળિયાના વાસણમાં ઘી નાખી ગર્મ કરો પછી તેમાં છીણેલુ કોળું નાખી સેકી લો. પછી દૂધમાં નાખી ઉકાળો. જયારે કોળું નરમ પડી જાય તેમાં ખાંડ અને સુકા મેવા નાખી સર્વ કરો.

શિંગોડાના લોટનો ઉપમા
W.D
સામગ્રી - શિંગોડાનો લોટ ૧ વાડકી, ઘી ૨ ચમચી, સમારેલાં લીલા મરચાં ૧ ચમચી, સમારેલા લીલાં કોથમીર, સિંધાલુણ, સીંગદાણોનો ભુકો 2 ચમચી, કાળા મરીનો પાવડર, કઢી લીમડો ૪-૫

વિધિ- સૌથી પહેલા પેન માં ઘી ગરમ કરી શિંગોડાનો લોટ ને સેકીને કાઢી લો અને બીજા પેન માં ઘી ગરમ કરી તેમાં જીરુ, કઢી લીમડો, સમારેલાં લીલા મરચાં, સેકેલો લોટ નાખી થોડું ગરમ પાણી નાખો . એમાં સ્વાદનુસાર મીઠું ,સીંગદાણોનો ભુકો, કાળા મરીનો પાવડર નાખી ઢાંકીને ધીમા તાપ પર થવા દો. સમારેલી કોથમીર નાખી સર્વ કરો.

મોરૈયો ની ઇડલી

W.D
સામગ્ર ી- મોરૈયો ૧ વાટ્કી ,સમારેલાં લીલા મરચાં ૧ ચમચી, સમારેલા લીલાં કોથમીર, સિંધાલુણ, મગફળીના દાણાનો ભુકો 2 ચમચી, આદું ઝીણું સમારેલુ.

વિધિ- સૌથી પહેલા મોરૈયો ધોઇ સમારેલાં લીલા મરચાં, આદું સાથે વાટી લો પછી તેમાં સિંધાલુણ, મગફળીના દાણા નો ભુકો નાખી મિકસ કરો ઇડલીના સાંચામાં તેલ લગાવી મિશ્રણ ભરી ૧૦ મિનિટ વરાળમાં થવા દો. પછી ઠંડા કરી લીલી ચટણી સાથે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

મુંબઈ ઈંડિયંસના ખરાબ પ્રદર્શન પર બોલ્યા કપ્તાન રોહિત શર્મા, કહ્યુ - મને લાગ્યુ કે હવે સમય આવી ગયો છે

આટલુ સારુ અંગ્રેજી રવિન્દ્ર જડેજા પોતે નથી બોલી શકતા, બેંગલુરૂમાં ઘુઆંઘાર બોલી રિવાબા જડેજા, જાણો શુ હતુ આયોજન

તાલિબાન રાજના ધમાકાથી ફરી કાપ્યુ અફગાનિસ્તાન, શાળામાં થયેલા બ્લાસ્ટમાં અનેક વિદ્યાર્થીઓના મોત

પરિસીમન બિલ પર પીએમ મોદીએ રજુ કર્યો VIDEO સંદેશ, બોલ્યો - "અમે નારી શક્તિને આપેલુ વચન પાળ્યુ"

રાજ્યમાં 8.46 લાખ નવા મતદારો ઉમેરાયા, કુલ સંખ્યા 4.48 કરોડને પાર; ગ્રામ પંચાયત યાદીની આખરી પ્રસિદ્ધિ મુલતવી

વધુ જુઓ..

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

આગળનો લેખ
Show comments