Biodata Maker
✕

રેસીપી - રાજસ્થાની પાપડનું શાક

Updated: શુક્રવાર, 10 જૂન 2016 (17:05 IST)
સામગ્રી - પ્લેન બુંદી અડધો કપ, લાલ મરચુ 1/2 ચમચી, 3 આખા લાલ મરચા, 1 ચમચી ધાણાજીરુ, 1 ચમચી બેસન, 1 ચમચી ગરમ મસાલો, 3 ચમચી તેલ , 2 મોટી સાઈઝના પાપડ, 1/4 ચમચી હળદર, ચપટી હીંગ, 1/4 ચમચી જીરુ, એક કપ ખાટુ દહી ધાણા સજાવવા માટે સમારેલા લીલા ધાણા. 
 

બનાવવાની રીત - સૌ પહેલા પાપડને રોસ્ટ કરીને મધ્યમ સાઈઝમાં તોડીને વાડકામા મુકી દો. તમે ચાહો તો પાપડ તળી પણ શકો છો. પછી એક બીજો વાડકો લો. તેમા દહી, બેસન અને એક કપ પાણી નાખીને ફેંટો.  એક પેન લો. તેમા પાણી ગરમ કરો. પછી તેમા પાપડ અને બુંદી નાખી 2-3 મિનિટ પછી ગાળીને બાજુ પર મુકી દો.  એક બીજી પેન લો તેમા તેલ ગરમ કરો. પછી તેમા જીરુ નાખો. પછી હીંગ અને આખા લાલ મરચાને તોડીને નાખો. ત્યારબાદ લાલ મરચુ, ધાણાજીરુ, ગરમ મસાલો અને દહીવાળુ મિશ્રણ  નાખીને હલાવો. જ્યારે આ ગ્રેવી ઉકળવા માંડે ત્યારે તેમા પાપડ અને બુંદી મિસ્ક કરી દો અને  2-3 મિનિટ સીઝવા દો.  છેવટે તેમા સમારેલા ધાણા નાખી સજાવો અને ગરમાગરમ સર્વ કરો. 
 

વધુ જુઓ..

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

વધુ જુઓ..

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments