Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Health tips- અનેક રોગોમાં ઉપયોગી અળસી(see video)

Updated: સોમવાર, 16 જુલાઈ 2018 (16:18 IST)

અળસીના ફાયદા -

- અળસી શરીરને ઊર્જા અને સ્ફૂર્તિ પૂરી પાડે છે.
- કેન્સરરોધી હોર્મોન્સની સક્રિયતા વધારે છે.
- લોહીમાં શર્કરા તથા કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરે છે.
- સાંધાના દર્દમાં રાહત આપે છે.
- પેટ સાફ રાખવાનો ઘરેલુ અને સરળ નુસખો છે.
- હૃદય સંબંધી રોગોના જોખમને ઓછું કરે છે.
- હાઈ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે.
- ત્વચાને સ્વસ્થ રાખે છે અને ડ્રાયનેસ દૂર કરી એગ્ઝિમાથી બચાવે છે.
- તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
- તેનું નિયમિત સેવન રજોનિવૃત્તિ સંબંધી પરેશાનીઓ સામે રાહત પૂરી પાડે છે. માસિક ધર્મ દરમિયાન તાણ ઓછો કરી ગર્ભાશય સ્વસ્થ રાખે છે.
- યકૃત સ્વસ્થ રાખે છે.

બીમારી અનુસાર અળસીનું સેવન-
- જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.
- દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું, રાહત મળશે.
- ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.
- કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ.
- અલસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.
- જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.

અળસીનું તેલ પણ ગુણકારી છે-
અળસીના તેલમાં પણ ગુણોની ભરમાર છે. જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. તેમાં વિટામિન ઈ હોય છે. કુષ્ઠ રોગીઓએ તેનું સેવન કરવું જોઇએ. ત્વચાને લાભ થશે.

માન્યતા -
કેટલાક લોકોનું માનવું છે કે અળસી ગરમ હોય છે માટે ગરમીની ઋતુમાં તેનું સેવન ન કરવું જોઇએ. પણ આ એક માત્ર ભ્રમ છે. અળસી તમે કોઇપણ ઋતુમાં ખાઇ શકો છો. તે ગરમ નથી હોતી. બની શકે કે શરૂઆતમાં તમને તેના સેવનથી પાળતા ઝાડા થાય પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. થોડા સમયમાં બધુ સુવ્યવસ્થિત થઇ જશે.
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati- આભાર 

વધુ જુઓ..

વડોદરામાં બસના દરવાજામાં બાળકની ગરદન ફસાઈ ગઈ, વેદનામાં મૃત્યુ

ઝારખંડમાં વિદ્યાર્થીઓનું આંદોલન 2 મહિના માટે સ્થગિત, હેમંત સોરેન સરકારે મોટાભાગની માંગણીઓ સ્વીકારી

સોરેન સરકાર માટે મોટો ઝટકો, હાઈકોર્ટે JPSC પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના નિર્ણય પર સ્ટે મૂક્યો છે

નળસરોવર પક્ષી અભયારણ્ય: 100 નવી યાંત્રિક બોટ અને કડક સુરક્ષા માપદંડો સાથે બોટિંગ શરૂ થશે, સ્થાનિક નાવિકોની આજીવિકા પાટા પર આવશે

અંગ્રેજો વિરુદ્ધ પાકિસ્તાનની દુર્દશા, આખી ટીમ મળીને પણ ન બનાવી શકી 200 રન, ફક્ત એક હાફસેંચુરી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર બહેનને આ 7 ભેટો આપવાનું ટાળો, સંબંધોમાં આવી શકે છે દુરાવાની માન્યતા

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments