Biodata Maker
✕

કિચન ટિપ્સ - રોટલી સાથે મુકશો આદુના ટુકડા તો થશે આ ફાયદો

Updated: શનિવાર, 6 જાન્યુઆરી 2018 (16:07 IST)
કિચનમાં જમવાનુ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવવાથી ખાવાનુ સ્વાદિષ્ટ બને છે અને સમયની પણ બચત થાય છે. જાણો આવી જ ટિપ્સ. જેનાથી રસોઈનો સ્વાદ અને તાજગી લાંબા સમય સુધી બની રહે છે. 
 
- ભીંડાની ચીકાશ દૂર કરવા માટે શાક બનાવતી વખતે તેમા લીંબૂનો થોડો રસ અથવા અડધી ચમચી આમચૂર પાવડર નાખી દો. તેનાથી ભીંડાની ચિકાશ દૂર થઈ જશે. 
- પૂરી કે ભજીયા તળતી વખતે તેલમાં ચપટી મીઠુ નાખી દેવુ જોઈએ.. તેનાથી ભજીય તેલ ઓછુ પીશે અને તેલની બચત પણ થશે. 
 
જાણો આવી જ કેટલીક વધુ ટિપ્સ.... 
 
- રોટલીના વાસણમાં આદુના નાના નાના ટુકડા નાખવાથી રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે. 
 
- ઈડલીનુ મિશ્રણ તૈયાર કરતી વખતે તેમા થોડા બાફેલા ચોખા વાટીને નાખી દો. તેનાથી ઈડલી નરમ બને છે. 
- ક્રિસ્પી પકોડા (ભજીયા) બનાવવા માટે બેસનમાં થોડો કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ મિક્સ કરી દો.. 
 
- કારેલાની કડવાશ ઓછી કરવા માટે કારેલાનુ શાક બનાવતા પહેલા કારેલા સમારીને તેમા થોડુ મીઠુ મિક્સ કરીને અડધો કલાક માટે મુકી રાખો. બનાવતા પહેલા કારેલાનુ પાણી નીચોવી લો.. કડવાશ ઓછી થઈ જશે 
 
- લીલા શાકભાજી ક્યારેય પ્લાસ્ટિકની થેલીમાં મુકશો નહી તેનાથી શાક ખરાબ થઈ જાય છે
 

વધુ જુઓ..

સૂર્યકુમાર માટે ટીમમાં પરત આવવનો રસ્તો બંધ ! બીસીસીઆઈની યોજનાનો ભાગ કેમ નથી પૂર્વ કપ્તાન ? સામે આવ્યો વીડિયો

ન્યુઝીલેંડમાં ભારતીય બેટ્સમેનોએ રચ્યો ઈતિહાસ, 94 વર્ષમાં પહેલીવાર વિદેશમા બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

ઈસાઈઓથી વધુ હશે મુસલમાન, ડોનાલ્ડ ટ્રંપની પૂર્વ ઓફિસર બોલી - અમેરીકાના લોકો વધુ બાળકોને જન્મ આપે, ચર્ચા તેજ

VIDEO: માતાને અંતિમ વિદાય આપતા ભાવુક થયા CM યોગી, પાર્થિવ શરીરને કાંઘ આપ્યો, હરિદ્વારમાં થયા અંતિમ સંસ્કાર

હવે વાહનો પર જાતિ દર્શાવતું લખાણ કે સ્ટીકર નહીં ચાલે; ગુજરાત સરકારનો મોટો નિર્ણય

વધુ જુઓ..

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments