suvichar
✕

Independence Day Essay - 15મી ઓગસ્ટ/ સ્વતંત્રતા દિવસ પર નિબંધ

Updated: મંગળવાર, 5 ઑગસ્ટ 2025 (12:46 IST)
15 august essay
ભારતના રાષ્ટ્રીય તહેવારોમાં 15 મી ઓગસ્ટ મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે. દર વર્ષે ભારતમાં 15 મી ઓગસ્ટના દિવસે ‘સ્વતંત્રતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
 
ઇ.સ. 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજો શાસન કરતા હતા. આપણો દેશ અંગ્રેજોની યાતનાઓ સહન કરતો હતો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. ત્યાંથી દેશના લોકોએ આઝાદીનો આનંદ બનાવ્યો. ત્યારથી 15 મી ઓગસ્ટ નો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
 
આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન નો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ નું ગાન કરવામાં આવે છે. આઝાદીની લડતમાં બલિદાન આપનાર શૂરવીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
 
દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધે છે. કેટલાક ગામો અને શહેરોમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. આઝાદીની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રભાવના જગાડે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાટકો, સંવાદો વગેરેનું આયોજન કરવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે.
 
આવી રીતે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

બેસતું વર્ષ, ગોવર્ધન પૂજાના દિવસે સુખ-સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

Happy New Year Wishes Quotes Messages - ગુજરાતી નવ વર્ષ/બેસતું વર્ષની શુભેચ્છા, મેસેજ અને ક્વોટસ, દ્વારા કહો હેપી ન્યુ ઈયર અને નૂતન વર્ષાભિનંદન

વિક્રમ સંવત 2083 નું વાર્ષિક રાશિફળ: જાણો તમારી રાશિનું વાર્ષિક રાશિફળ, નૂતન વર્ષે કઈ રાશિનુ ચમકશે ભાગ્ય અને કોણે રાખવી સાવચેતી?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10, નવેમ્બર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 નવેમ્બર, 2026

આગળનો લેખ
Show comments