ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : સોમવાર, 7 માર્ચ 2022 (07:28 IST)

Jyotish Shastra : લગ્નમાં આવતા અવરોધ દૂર કરવા માટે કરો આ કામ, મળશે સારુ ઘર અને સુયોગ્ય વર

Jyotish Shastra : જ્યોતિષ મુજબ અનેકવાર ગ્રહ દોષ  અને અન્ય કારણોથી પુત્રીઓના લગ્નમાં ખૂબ મોડુ થઈ જાય છે અને તેમના લગ્ન યોગ્ય વયે થતા નથી અને તેમની લગ્નની વય નીકળતી જાય છે. જ યોતિષ મુજબ અનેકવાર ગ્રહદોષ અને બીજા કારણોસર પુત્રીઓની લગ્નમાં ખૂબ વિલંબ થઈ જાય છે અને તેમની લગ્નની વય નીકળી જાય છે.  આવામા એ કન્યા અને તેના પરિવારના લોકો પણ પરેશાન રહે છે.  બીજી બાજુ જો તમે જ્યોતિષ ઉપાયોની મદદ લો અને તેનો પ્રયોગ કરો તો તમારી કન્યાના શીધ્ર લગ્નના યોગ બની શકે છે અને તે મોટી વયમાં પણ સુયોગ્ય વરની પ્રાપ્તિ અને ઉત્તમ ઘર પરિવાર મળી શકે છે. તો આવો જાણીએ કન્યાના લગ્નનાં આવતા અવરોધ દૂર  કરાવવાના ઉપાય વિશે..
 
જો તમને કોઈ તકલીફ છે તો સૌ પહેલા તમે ધીરજ ધારણ કરો અને સારુ વિચારો. કારણ કે વિચારને કારણે જ વ્યક્તિના કર્મ અને કર્મના કારણે જ વ્યક્તિના ભાગ્યનુ નિર્માણ થાય છે. આવુ ક્યારેય ન વિચારવુ જોઈએ કે જીવનમાં આવી રહેલુ આ કષ્ટ સદા રહેશે.  કારણ કે એવુ માનવામાં આવે છે કે શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવામાં આવેલો ઉપાય જલ્દી ફલિત થાય છે. 
 
જો તમારી પુત્રીના લગ્ન નથી થઈ  રહ્યા તો તેની કુંડળીમાં કોઈ વિવાહ દોષ છે તો કન્યાના પિતા ગોળ મિશ્રિત જળથી સૂર્ય નારાયણને રોજ અર્ધ્ય આપે.  આ ઉપાયને કરવાથી તમારી પુત્રીના લગ્ન જલ્દી થઈ જશે. બીજી બાજુ કન્યાના લગ્નમાં આવી રહેલા અવરોધને દૂર કરવા માટે કન્યા રોજ ઉત્તર દિશાની તરફ પોતાનુ મોઢુ કરીને ૐ હ્રી ગૌરિયાય નમ: મંત્રનો જાપ કરે.  જ્યોતિષ મુજબ આ એક અચૂક ઉપાય છે અને આ ઉપાયને કરવાથી કન્યાના જલ્દી લગ્ન તો થશે જ સાથે જ તેને ઘર અને વર પણ સારો મળશે.  બીજી બાજુ પંડિત  અનિરુદ્ધ જોશીનુ માનીએ તો જો તમારી પુત્રીને લગ્ન પછી સાસરિયામાં કોઈ કષ્ટ આપી રહ્યુ છે અને આપની પુત્રી સાસરીમાં દયનીય જીવન જીવવા મજબૂર છે તો તમે પુત્રીને દરેક મહિને શુક્લ પક્ષની તૃતીયાના દિવસ મીઠા વગરનુ ભોજન કરવાનુ કહો અને તમે અને તમારી કન્યા ભગવાનને પ્રાર્થના કરો કે અમુક વ્યક્તિ મને કષ્ટ આપી રહી છે હે ભગવાન તેને સદ્દબુદ્ધિ આપો કે તે મને તકલીફ ન આપે. સાથે જ કન્યાની માતા-પિતા અને કન્યા ૐ હ્રી. ૐ મંત્રનો જાપ કરે તો તેના જીવનમાં આવી રહેલ બધી તકલીફ અને મુશ્કેલીઓ દૂર થશે.