1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

અભિમાની સસલું

અભિમાની સસલું
(પંચતંત્ર)
એક જંગલમાં એક સસલો રહેતો હતો. તેને પોતાની તેજ દોડ પર બહુ અભિમાન હતુ. તે સમજતો હતો કે જંગલમાં તેને કોઇ હરાવી શકે તેમ નથી.

એક દિવસ તેણે કાચબાને જોઇને હસવું આવ્યું, તેને વિચાર્યુ કે આની ચાલ કેટલી ધીમી છે. તેની મશ્કરી કરતાં તે બોલ્યો કેમ કાચબાભાઇ, તમે તો ધણું સરસ ચાલો છો, મારી સાથે શરત લગાવવા તૈયાર છો ? કાચબાએ કહ્યું કેમ મારી મશ્કરી ઉડાવી રહ્યા છો, મારી અને તમારી શુ બરાબરી? કાચબાની છાતી આ સાંભળી વધારે ફુલાઇ ગઈ. તે બોલ્યો કેમ ડરી ગયા? આ સાંભળી કાચબાથી ન રહેવાયું તેને લાગ્યુ કે આ સસલાનુ અભિમાન બોલી રહયું છે. તેનાથી જીતવું તો મુશ્કેલ છે પણ તેને સબક તો શીખવાડવો પડશે. માટે તે શરત લગાવવા તૈયાર થઈ ગયો.

બંને વચ્ચે શરત લાગી કે જે પણ જલ્દીથી નદી કિનારે પહોંચી જશે તે જીતી જશે.

સસલાને ખબર હતી કે તે જ જીતવવાનો છે, છતાં પણ તે જલ્દીથી આગળ દોડી ગયો, અને કાચબો બિચારો તેની ચાલ પ્રમાણે દોડવા માંડ્યો. સસલો ધણો આગળ નીકળી ગયો હતો, અને જડપથી દોડવાને કારણે થાકી પણ ગયો હતો. રસ્તામાં એક ઝાડ નીચે બેસતા તેણે વિચાર્યું કે કાચબાને આવતા બહુ વાર લાગશે. હું થોડો થાક ઉતારૂં. થોડી જ વારમાં તેને નિંદર આવી ગઈ.

આ તરફ કાચબો ધીમે-ધીમે ચાલતાં નદી કિનારે પહોંચી ગયો. સસલાની ઊંધ ઉડી ત્‍યારે તે દોડવા માંડ્યો, પરંતુ નદી કિનારે કાચબાને જોતા તેનુ મસ્તક શર્મથી જૂકી ગયું. કારણકે કાચબો શરત જીતી ગયો હતો.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો