દગાનુ પરિણામ
|
એક દિવસ ચામાચિડિયુ ઝાડ પર જઈને ઉંધુ લટકી ગયુ થોડી વારમાં જ એ દિવસે જાનવરોનુ ટોળુ જીતી ગયુ. ચામાચિડિયાએ આ જોયુ તો તે ઝડપથી જાનવરોના ટોળામાં જઈને બેસી ગયુ. અચાનક સિંહની નજર ચામાચિડિયા પર પડી. તેને ગર્જના કરીને ચામાચિડિયાને કહ્યુ - તુ તો પક્ષીઓ તરફથી લડી રહ્યો હતો તો હવે અમારી સાથે કેમ આવી રહ્યો છે. ચામાચિડિયાએ જવાબ આપ્યો કે - હું વળી પક્ષીઓના ટોળામાં જઈને કેમ લડુ. જુઓ મારા દાંત છે. શુ કોઈ પક્ષીને દાત હોય છે ? આ સાંભળીને સિંહે ચામાચિડિયા પર ભરોસો કરી લીધો.
ચામાચિડિયાએ એ દિવસે પ્રાણીઓ સાથે સ્વાદ માણીને ભોજન કર્યુ. થોડા દિવસો પછીની લડાઈમાં પક્ષીઓએ પ્રાણીઓના નાકે દમ લાવી દીધો અને પક્ષીઓ જીતી ગયા. ચામાચીડિયુ ત્યારે તેમની સાથે જોડાઈ ગયુ. જ્યારે પક્ષીઓના સેનાપતિ ગરૂડે જોયુ કે થોડા દિવસ પહેલા તો આ ચામાચીડિયુ પ્રાણીઓના સાથે હતુ તેથી તેણે આ અંગે ચામાચીડિયાને પૂછ્યુ. ચામાચીડિયાએ જવાબ આપ્યો - હું તો પક્ષીઓની સાથે જ છુ જુઓ મારી તો પાંખો પણ છે. હુ પ્રાણીઓનો સાથ કેમ આપુ. ગરુડે કહ્યુ ઠીક છે.
આ રીતે ચામાચીડિયુ હંમેશા જીતનારા ટોળામાં જતુ રહેતુ. થોડા દિવસો સુધી આવુ જ ચાલતુ રહ્યુ. થોડા દિવસો પછી પક્ષીઓએ અને પ્રાણીઓએ વિચાર્યુ કે ઝગડવાથી કોઈ ફાયદો નથી થવાનો. બધાએ એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવી અને દુશ્મનીને મિટાવી દોસ્ત બની ગયા. હવે આ સમયે ચામાચીડિયુ સપડાઈ ગયુ. જ્યારે પ્રાણીઓને અને પક્ષીઓના સમૂહને આ વાતની ખબર પડી તો તેમણે ચામાચીડિયાને કહ્યુ કે તે બંને સમૂહને દગો કર્યો છે, તેથી હવે તુ રોજ રાતે જ એકલો બહાર ઉડીશ. કોઈપણ તારો મિત્ર નહી રહે. અને ત્યારથી આજ સુધી ચામાચીડિયાઓ રાતે એકલા જ ઉડતા રહે છે. જે લોકો બીજાની સાથે ખોટુ કરે છે તેમની સાથે પણ ખરાબ જ થાય છે.