1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

લાડુ અને રાજા

લાડુ અને રાજા
એકવાર રાજા શહેનશાહના દરબારમાં ચાલી રહ્યુ હતુ શાહી ભોજન. બધા દરબારીઓ કરી રહ્યા હતા મોજ. વાનગીઓ પણ હતી ખૂબ સ્વાદિષ્ટ. એક પણ વાનગી છોડવામાં થઈ રહ્યુ હતુ બહું કષ્ટ. શહેનશાહને બીરબલ પર વિશેષ પ્રેમ બતાવ્યો. આથી તેમણે બીરબલની થાળીમાં થોડુ વધુ પરોસવાનો મનસૂબો બતાવ્યો. પણ બીરબલ તો પેટ ભરીને પોતાનો કોટો પૂરો કરી લીધો, આથી તેમણે હાથ થાળી પર મૂકી દીધો.

તેટલામાં જ આવી ગયો લાડુઓનો થાળ અને બીરબલના મોઢામાંથી ટપકવા માંડી લાળ. તેમણે થાળવાળાને રોક્યો, અને એક લાડુ પોતાની થાળીમાં મૂક્યો. આ જોઈને બીરબલ થઈ ગયા નારાજ, બીરબલે તેમનું કેમ ન સાંભળ્યું.

ીરબલને લાડું ખાધા પછી ભાન થયું, બાદશાહ તેમનાથી જે નારાજ. અકબરે બીરબલને કહ્યું કે તમે આ સારુ નથી કર્યુ. જ્યારે મેં પરોસ્યું ત્યારે તમે ના પાડીને મારું અપમાન કર્યુ. જ્યારે પેટ ભરાઈ ગયુ હતું ભાઈ તો લાડુ માટે જગ્યા ક્યાંથી નીકળી આઈ ?

અકબરની વાત સાંભળી બધા સંકોચાઈ ગયા, જમતાં જમતાં હાથ રોકાઈ ગયા.

બીરબલે આગળ આવીને કહ્યું - 'હજૂર જ્યારે રસ્તા પર હોય છે ગીર્દી ભારી, ત્યારે રાઈ જેટલી પણ જગ્યા નથી હોતી કે નીકળે કોઈ સવારી. તો પણ જ્યારે તમારી સવારી નીકળવાનુ જો થઈ જાય એલાન, તો તેવામાં પણ રસ્તો થઈ જ જાય છે શ્રીમાન. જેવી રીતે તમે છો બહુ ખાસ, તેવી જ રીતે લાડું પણ છે ખાસ. તેથી પેટમાં જગ્યા થઈ ગઈ નવાબ.

બીરબલનો જવાબ સાંભળી, અકબરને મજા આવી ગઈ. ભોજનમાં ફરી ખુશી છવાઈ ગઈ.
About Writer
સીમા પાંડે