1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

સ્વાર્થી બગલો

સ્વાર્થી બગલો
એક ગામના કિનારે એક તળાવ હતું, તે તળાવમાં માછલીઓ અને કરચલાઓ રહેતાં હતા. આ તળાવના કિનારે એક બગલો રહેતો હતો. આ બગલો માછલીઓને પકડી-પકડીને પેટ ભરતો. ધીરે-ધીરે બગલો ધરડો થવા માંડ્યો. તેનામાં પહેલાં જેવી તાકત નહોતી રહી. આથી તે માછલી પકડી શક્તો નહોતો.

તેણે એક યુક્તિ વિચારી લીધી. તેણે માછલીઓ પકડવાની બંધ કરી દીધી. તે ઉદાસ રહેવા લાગ્યો. માછલીઓ વિચારવા લાગી કે બગલાકાકાને થયું છે શું ? એક કરચલાએ બગલાને પૂછ્યું - બગલાકાકા તમે માછલી ખાવાનું બંધ કેમ કરી દીધુ. બગલો બોલ્યો - 'મારામાં હવે પહેલાં જેવી તાકાત નથી રહી, હું તો હવે જલદી મરી જઈશ. પણ મને મારા મરવાનું દુ:ખ નથી મને તો દુ:ખ આ વાતનુે આ બધી માછલીઓ પણ બિચારી મરી જશે.

કરચલાએ પૂછ્યું - ' કેમ બગલાકાકા, માછલીઓ કેમ મરી જશે ? બગલો ચૂપ રહ્યો. બધી માછલીઓ આ સાંભળી રહી હતી. તે બધી પણ બગલાની પાસે આવી અને પૂછવા માંડી કે' બોલો ને બગલાકાકા, અમે કેમ મરી જઈશું ? બગલો બોલ્યો કે મેં સાંભળ્યું છે કે 'અહીં તળાવમાં માટી નાખીને તેને પૂરી દેવામાં આવશે અને તેની પર ખેતી કરવામાં આવશે. તેથી તમે બધા તો દબાઈ જશો ને ?

બધી માછલીઓ ઉદાસ થઈ ગઈ. તે બગલાને વિનંતી કરવાં માંડી કે 'તમે અમને બચવાનો કોઈ ઉપાય બતાવો ને. બગલો બોલ્યો - ઉપાય છે. અહીંથી થોડે દૂર એક તળાવ છે, તમને બધાને ત્યાં લઈ જવામાં આવે તો તમે બચી શકો છો..બધી માછલીઓ અને કરચલા બગલાને વિનંતી કરવા માંડ્યાં ' તમે અમને લઈ જાઓને.

બગલો બોલ્યો કે 'હું તો એકલો છું, છતાં મારી ચાંચમાં જેટલા આવશે તેટલાને વારાફરતી લઈ જઈશ, પણ હું હવે ધરડો થઈ ગયો છું, એટલે જ્યારે થાકી જઈશ ત્યારે થોડો આરામ કરવા ઉંધી જઈશ. બધા રાજી થઈ ગયા. પણ માછલીઓ પહેલા જવાના હોડમાં અંદરો-અંદર ઝઘડવાં માંડી. બગલાએ કહ્યું કે 'ચિંતાન કરશો હું બધાને વારાફરતી લઈ જઈશ.

બગલાએ ચાર-પાંચ માછલીઓ પકડી અને લઈને ઉડવા માંડ્યો. પણ તે બીજા કોઈ તળાવને બદલે પત્થરો પર માછલીઓને મૂકી ખાવા માંડ્યો, ફરી તે ગયો થોડી માછલીઓ પકડીને લાવ્યો અને ખાઈ ગયો. પછી તે થાકી ગયો અને સૂઈ ગયો. આમ થોડા દિવસોમાં તો તળાવમાં માછલીઓ એકદમ ઓછી થઈ ગઈ. પછી એક કરચલો બોલ્યો - બગલાકાકા, હવે મને મૂકી આવોંને. બગલાએ મનમાં વિચાર્યુ ' કે ચાલો એકાદ દિવસ કરચલાનો સ્વાદ પણ માણી જોઈએ.

બગલો કરચલાને લઈને ઉડવા માંડ્યો. થોડે દૂર જઈને બગલો નીચે ઉતરવા માંડ્યો. કરચલાએ જોયું કે નીચે તો કોઈ તળાવ નથી દેખાતું. તેણે બગલાને પૂછ્યું, 'કાકા, નીચે તો કોઈ તળાવ નથી તો પછી નીચે કેમ ઉતરો છો ? બગલો હસવા માંડ્યો. કરચલાએ નીચે જોયું તો નીચે પથરા પડ્યાં હતા, અને તેની પર માછલીઓના હાંડકાં. તે સમજી ગયો બગલાની ચાલાકીને.

તેણે પોતાના પગ વડે બગલાની ગરદન પકડી લીધી. ગરદન પાતળી હતી, એટલે પકડમાં આવી ગઈ. ધીરે-ધીરે તે પોતાના પગ વધુ અંદર ખૂપાવવાં માંડ્યો. થોડીવારમાં જ બગલાની ગરદન અલગ થઈ ગઈ, અને તે નીચે પડી ગયો.

કરચલાએ બગલાની ગરદનને ઘસડીને તળાવ પાસે લઈ આવ્યો. માછલીઓ બોલી ' અરે, તમે પાછા કેમ આવ્યા. અને બગલાકાકા ક્યાં છે ? કરચલાએ માંડીને બધી વાત કરી. બધી માછલીઓને બગલાથી મુક્તિ મળી એટલે તે ખુશ થઈ ગઈ અને બધાએ કરચલાનો આભાર માન્યો.
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો