Daily Horoscope
✕

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Updated: ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (17:05 IST)
Bomb Threats: to flight: છેલ્લે કેટલાક દિવસોથી અનેક ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ વચ્ચે ગુરૂવારે ઈંડિયો, એયર ઈન્ડિયા વિસ્તારા અને અકાસા એયરની ઓછામાં ઓછી 85 વિમાનોને આ પ્રકારની ધમકીઓ મળી. આ સાથે જ છેલ્લા 10 દિવસમાં આ ધમકીઓથી 250થી વધુ હવાઈ જહાજ પ્રભાવિત થયા છે. 
 
આ પહેલા  170 થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી હતી, જેમાંથી મોટાભાગની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આવી હતી. આ ધમકીઓ પાછળથી ખોટી હોવાનું બહાર આવ્યું, જેના કારણે સેંકડો મુસાફરોને અસુવિધા થઈ અને અર્ધલશ્કરી કર્મચારીઓ અને ઉડ્ડયન અધિકારીઓ માટે સુરક્ષા સમસ્યાઓ ઊભી થઈ.
 
એરલાઇન્સને નકલી બોમ્બ ધમકીભર્યા કોલ કરવા એ કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવશે.
બોમ્બની ધમકીઓને કારણે સરકારે ફરજી કૉલ કરનારાઓને નો ફ્લાય લિસ્ટમાં નાખવાની યોજના બનાવી છે.  નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ કહ્યુ છે કે એયરલાઈનને ફરજી બોમ્બની ધમકીવાળા કૉલ કરવા કોંગ્નિઝેબલ અપરાધ માનવામાં આવશે. પ્રભાવિત વિમાનોમાં દિલ્હી અને દેશભરમાં અન્ય સ્થાનોથી સંચાલિત થનારી અકાસા એયર, એયર ઈંડિયા, ઈંડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે, જે વિવિધ ઘરેલુ અને આંતરાષ્ટ્રીય સ્થાનો માટે છે. 
 
 દિલ્હી પોલીસે બોમ્બની ધમકીના સંબંધમાં આઠ કેસ નોંધ્યા છે
 
દિલ્હી પોલીસે બોમ્બની ધમકીઓના સંબંધમાં આઠ કેસ નોંધ્યા છે અને એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, X પર અનામી પોસ્ટ દ્વારા ધમકીભર્યા સંદેશાઓ પ્રાપ્ત થયા હતા, જેને પછી સત્તાવાળાઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ આ મુદ્દે 19 ઓક્ટોબરે દિલ્હીમાં એરલાઈન્સના સીઈઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

વધુ જુઓ..

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 151મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

વધુ જુઓ..

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

આગળનો લેખ
Show comments