Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના યુવરાજને ગુજરાતનો વિકાસ દેખાતો નથી - યોગી આદિત્યનાથ

Updated: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:49 IST)
ભાજપના ચૂંટણીપ્રચાર અર્થે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી જે અમેઠીની બેઠક ઉપરથી ચૂંટણી લડે છે તે બેઠક ઉપરથી અગાઉ ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા છે અને તેમ છતાં અમેઠીમાં કલેક્ટર કચેરીનું નિર્માણ કરી શક્યા નથી. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતનો વિકાસ દેખાતો જ નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી જ ગુજરાત તેમજ દેશનો વિકાસ થયો છે.

અમદાવાદની સાબરમતી નદીમાં કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચારને કારણે પાણી સુકાઈ ગયું હતું પરંતુ ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે મોદીજીએ પાણી વહેતું કર્યું હતું. યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા અને રજવાડાને એક કરીને દેશને એકતાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસે ભારતરત્ન આપવામાં પણ ઉદાસીનતા દાખવી હોવાના આક્ષેપો કર્યા હતા. આ સભામાં ભાજપાના કાર્યકરો તેમજ પોરબંદર વિધાનસભાની બેઠક પરના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

લિંગરાજ મંદિર: ભુવનેશ્વરનું પ્રસિદ્ધ શિવ મંદિર

Shitla Mata Mandir: સૌથી મોટું શીતળા માતા મંદિર ક્યાં આવેલું છે?

જન્મથી દૃષ્ટિહીન, ગુજરાન ચલાવવા ટ્રેનમાં ગાયા ગીતો, હવે 'હનુમાન અંશ'માં ગૂંજ્યો સુનીલ લોધીનો અવાજ, હિટ થયું ભજન

ગુજરાતી જોક્સ - સ્ટેટસમાં શું મૂકવું

ગુજરાતી જોક્સ -આજકાલની વહુ

આગળનો લેખ
Show comments