બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:37 IST)

મોદી 3-4 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણીના વિસ્તારોમાં કરશે પ્રચાર

બીજા તબક્કામાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ગુરૂવારે પુર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતભરમાં પવનવેગી ભાજપના પ્રચારની કમાન સંભાળશે. રવિવારે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે રવિવાર ઉપરાંત સોમવારે તેઓ વલસાડમાં પ્રચાર સભાઓમાં જોડાશે. PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અંગે ભૂપેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે PMના પ્રવાસથી લોકોના ઉત્સાહમાં વધારો થાય છે. તેઓ આગામી 3 અને 4 ડિસેમ્બર ફરીથી ગુજરાત આવશે.

આગામી પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર સહિતના સ્થળે જશે. PM મોદીના પ્રવાસની વિગતવાર જાણકારી આપતાં ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતુ કે PM 3 ડિસે. સાંજે SGVPના હોસ્પિટલના ઉદઘાટનમાં રહેશે હાજરી આપશે, જ્યારે 4 ડિસે. તેઓ ધરમપુર, ભાવનગર, જૂનાગઢ, જામનગર સહિતના શહેરોની મુલાકાતે જશે.