1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
  4. Hardik Patel New 27 demand for Patidar and Other Cast ...

પાટીદાર અનામત - પાટીદારોની 27 માંગણીઓ

પાટીદાર અનામત
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)એ આજે ગુજરાત સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. પાસના કન્વીનરોએ કહ્યું છે કે સરાકર દસ દિવસમાં હાર્દિક પટેલે આપેલા 27 મુદ્દા અંગે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો ઉગ્ર આંદોલન થશે ત્યારે હાર્દિકે સરકારને ક્યા 27 મુદ્દા આપ્યા છે તે બાબત ચર્ચાનો વિષય બની છે.

એબીપી અસ્મિતા પાસે આ 27 મુદ્દાની નકલ છે અને તેમાં હાર્દિકે પટેલ સમાજને અન્ય પાછત વર્ગ (ઓબીસી)માં અનામત આપવાથી માંડીને વિધવા બહેનોને સરકારી નોકરીમાં સ્થાન આપવા સુધીના મુદ્દાઓનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલે માત્ર પાટીદાર સમાજ માટેના મુદ્દા જ નથી સોંપ્યા પણ દલિત, આદિવાસી, મુસ્લિમ, ઠાકોર તથા કોળી સમાજને સ્પર્શતા મુદ્દા પણ તેમાં આવરી લીધા છે.

હાર્દિક પટેલે જે મુદ્દા આપ્યા છે તેમાં તેણે પહેલાં રાજસ્થાન પેટર્ન પર પટેલોને અનામત આપવાની માગણી કરી હતી પણ પછી એ માગણી કાઢી નાંખી છે.

અહીં હાર્દિકે આપેલા તમામ 27 મુદ્દા અહીં જોઈ શકાય છે.

1) પટેલ સમાજને અનામત આપો અથવા ઓબીસી આપો અથવા રાજસ્થાન પેર્ટન પ્રમાણે અનામત આપો..
2) પટેલ સમાજનાં તમામ યુવાનો પરથી કેસો પાછા ખેંચવામાં આવે..
3) પટેલ નિગમ અથવા આયોગ બનાવવામાં આવે..
4) અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનમાં ભોગ બનેલા યુવાનોને 15 લાખ રૂપિયા વળતર આપો, સાથે સુરેન્દ્રનગર થાનમાં દલતિ યુવાનોની હત્યા થઈ મૃતક પરિવારોને 10 લાખ રૂપિયા વળતર આપો..
5) અનામત આંદોલનમાં નિદોર્ષ યુવાનોની હત્યા કરાવનાર પોલીસ પર કાર્યવાહી કરો.
6) ખાનગી શાળા-કોલેજમાં મેરિટ પ્રથાનો અમલ કરવામાં આવે
7) રોસ્ટર પધ્ધતિને નાબુદ કરાવવામાં આવે..
8) રાજ્યમાં દસ વીઘાથી ઓછી જમીન ધરાવતા પરિવારો માટે સહાય નિગમ બનાવવામાં આવે જે દરેક જ્ઞાતિ માટે ઉપયોગી બને તથા આવા પરિવારોને એસટી, એસ.સીનાં લાભ મળે..
9) ખાનગી શાળા કોલેજોમાં ડોનેશન સીટ તથા મેનેજમેન્ટ સીટ પરની ફીના 80ટકા સરકારી રાહત આપવામાં આવે..
10) રાજ્યના તમામ તાલુકાઓમાં બે સરકારી શાળા તથા વિશાળ તાલુકામાં સરકારી કોલેજ બાંધવામાં આવે.,.
11) તમામ જ્ઞાતિના યુવાનો માટે વગર વ્યાજે ધંધા માટે લોન આપવામાં આવે..
12) રાજ્યની કંપનીઓમાં રાજ્યના 80ટકા યુવાનોને નોકરી આપવામાં આવે બીજા રાજ્યના 20ટકા યુવાનોની સહમતી આપવામાં આવે,
13) રાજ્યની સરકાર વધુમાં વધુ રોજગારીના સોર્ષ ઉત્પન્ન કરે
14) રાજ્યની 5000 એમબીબીએસની સીટનો વધારો કરવામાં આવે
15) ખાનગી શાળા કોલેજોમાં સંપૂર્ણ ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે
16) ખેડૂતોના ભાવો પર તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે
17) ખેડૂતોની મંજૂરી તથા સહી વગર જમીન સંપાદન કરવામાં ન આવે
18) ખેતરની માલિકીમાં હાઈ વોલ્ટેજ વીજ થાંભલા પસાર કરવા માટે દર મહિને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તથા ખેતરના છેડા પર થાંભલા લગાવવામાં આવે. (મોબાઈલ કંપનીઓ માલિકને યોગ્ય વળતર ચૂકવે છે તો વીજ કંપની કેમ નહિં.)
19) ખેડૂતને સંપૂર્ણ મુક્ત લોન આપો. જેવા પુરાવા રજૂ કરે તે પ્રમાણે લોન આપવામાં આવે.
20) ખેડૂતોના મુખ્ય પ્રશ્નો પાણી, વીજળી તથા જાનવરના પ્રશ્ને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.
21) રાજ્યમાં લવ જેહાદ જેવા મુદ્દા તથા સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કોઈ પણ યુવા-યુવતિને કોર્ટ મેરેજ અથવા લગ્ન, લવ મેરેજ કરવા માટે તેના માતા-પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિની સહી જરૂરી કરો, જેનાથી યુવા ધન યોગ્ય રાહે ચાલશે.
22) રાજ્યની બહેનો માટે ખાનગી કે સરકારી હોસ્ટેલની 60 ટકા ફી સરકાર ભરે તેવી વિનંતી
23) રાજ્યને સંપૂર્ણ વ્યસન મુક્ત કરવામાં આવે તથા દારૂના અડ્ડાના વહેપારીઓ માટે કાયદેસરની આવકનુ સાધન સરકાર તરફથી પુરુ પાડવામાં આવે
24) દલિત, આદીવાશી તથા મુસ્લિમ સમાજ માટે શહેરી વિસ્તારમાં છાત્રાલય તથા આશ્રમ બનાવવામાં આવે જેથી યોગ્ય શિક્ષણ શહેરી વિસ્તારમાં લઇ શકે
25) ઠાકોર તથા કોળી સમાજના પરિવારોની જમીન હડપ કરવાના ઉદ્યોગપતિ તથા જમીન માફિયાઓને રોકવા માટે રાજ્યમાં જમીન અધિકાર સમીતી બનાવવામાં આવે જેમા પોતાની જમીન પર જોખમ જણાય તો કોઇ પણ સમાજના પરિવાર રજુઆત કરી શકે
26) રાજ્યમાં કરવામાં આવતી સરકારી ભરતીમાં પ્રવેશ ફીની માફી આપવામાં આવે આ પ્રવેશ ફીમાં કરોડોની બોલબાલ છે તથા જો કોઇ પ્રવેશ પરીક્ષામાં કૌભાંડ થાય તથા પરીક્ષા રદ કરવામાં આવે છે તો આવનારા સમયમાં તરતજ આ પરિક્ષા લેવામાં આવે
27) વિધવા બહેનો માટે સરકરી નોકરીમાં સ્થાન આપવામાં આવે