અજમેર શરીફની દરગાહ
રાષ્ટ્રીય એકતાનું પ્રતિક દરગાહ અજમેર શરિફ
|
દરગાહ અજમેર શરીફનું ભારતમાં બહું મહત્વ છે. ખાસ વાત એ પણ છે કે ખ્વાજા (માલિક) પર દરેક ધર્મના લોકોને વિશ્વાસ હોય છે. અહીં આવવાવાળા જાયરીન (શ્રદ્ધાળુઓ) ભલે તે કોઈ પણ જાતિનો કેમ ન હોય, માલિકના દરવાજે હાજરી આપ્યા પછી તેના મનમાં એક વિશ્વાસ જ બાકી રહે છે. દરગાહ અજમેર.કોમ ચલાવવાવાળા હમીદ સાહેબ કહે છે કે ગરીબ નવાજનું આકર્ષણ જ કંઈક એવું છે કે દરેક લોકો અહીં ખેંચાઈને ચાલ્યા આવે છે. અહીં આવીને લોકોને મનની શાંતિ મળે છે.
ફોટો ગેલેરી જોવા માટે અહીં ક્લીક કરો...
ભારતમાં ઈસ્લામ ધર્મ સાથે જ સૂફી ધર્મની શરૂઆત થઈ હતી. સૂફી સંત એક ઈશ્વરવાદ પર વિશ્વાસ રાખતા હતા.... તે બધા ધાર્મિક આડંબરો થી ઉપર અલ્લાહને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેતાં હતા. તે ધાર્મિક સહિષ્ણુતા, ઉદારવાદ, માનવપ્રેમ અને ભાઈચારા પર જોર આપતાં હતા. તેમાંથી જ એક હતા હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રહમતુલ્લા અલૈહ. ખ્વાજા સાહેબનો જન્મ ઈરાનમાં થયો હતો. પોતાના જીવનના કેટલાંક પડાવ અહીં વિતાવ્યા પછી તે હિન્દુસ્તાન આવી ગયા.
|
|
દરગાહમાં એક સુંદર મહેફિલખાનું પણ છે. જ્યાં કવ્વાલીઓ ખ્વાજાની શાનમાં કવ્વાલી ગાય છે. દરગાહની આજુબાજુ કેટલીય ઐતિહાસિક ઈમારતો આવેલી છે.
ધાર્મિક સદ્દભાવની મિસાલ - ધર્મના નામ પર નફરત ફેલાવવાવાળા લોકોએ ગરીબ નવાજની દરગાહ પરથી સબક લેવો જોઈએ...ખ્વાજાના દરવાજા પર હિન્દૂ હોય કે મુસ્લિમ કે કોઈ અન્ય ધર્મને માનવાવાળા, બધા જિયારત કરવાં આવે છે. અહીંનો મુખ્ય તહેવાર ઉર્સ કહેવાય છે. જે ઈસ્લામ કેલેંડરના રજબ મહિનાની પહેલી થી છઠી તારીખ સુધી મનાવવામાં આવે છે. ઉર્સની શરૂઆત બાબાની મજાર પર હિન્દૂ પરિવાર દ્રારા ચાદર ચઢાવ્યાં પછી જ થાય છે.
દેગડીનો ઈતિહાસ - દરગાહના આંગણામાં બે મોટી દેગડીઓ રાખવામાં આવી છે... આ દેગડીઓ બાદશાહ અકબર અને જહાઁગીરને ચઢાવવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી આ દેગડીઓમાં કાજૂ, બદામ, ઈલાયચી, કેસરની સાથે ચોખા રાંધવામાં આવે છે. અને ગરીબોને ખવડાવવામાં આવે છે.
|