Biodata Maker
✕

અમદાવાદમાં વાહન પાર્ક કરવું થશે મોંઘું: બાઇક અને કાર માટે AMC એ નક્કી કર્યા નવા પાર્કિંગ દરો

Updated: ગુરુવાર, 5 નવેમ્બર 2026 (10:46 IST)
Ahmedabad Parking Charges
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વકરતી જતી ટ્રાફિક અને અસ્તવ્યસ્ત પાર્કિંગની ગંભીર સમસ્યાને નિયંત્રિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ, બજારો અને વ્યાપારી વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા માટે જગ્યા શોધવી મુશ્કેલ બની ગઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા AMC શહેરમાં આવેલા તમામ ઓન-સ્ટ્રીટ, ઓફ-સ્ટ્રીટ તેમજ મલ્ટી-લેવલ પે-એન્ડ-પાર્કિંગ પ્લાઝાના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવા જઈ રહ્યું છે.
ALSO READ: 33 વર્ષ પછી જંતર-મંતરનો નજારો બદલાઈ ગયો છે, બેરિકેડ્સ હટાવી દેવામાં આવ્યા છે અને રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, અહીં કોઈ વિરોધ પ્રદર્શન થયા નથી.

10  વર્ષ પછી નવા પાર્કિંગ દરોને મંજૂરી

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી પાર્કિંગના દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. લાંબા સમય બાદ હવે નવા દરો નક્કી કરવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા મુજબ, બુધવારે મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે, આ નવા દરો સમગ્ર શહેરમાં અમલી બનતા પહેલાં સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની આખરી મંજૂરી લેવામાં આવશે.
 

નાગરિકોના હિતને ધ્યાને રાખીને દરોનું માળખું

મ્યુનિસિપલ કમિશનર દ્વારા શરૂઆતમાં વધુ ચાર્જ વસૂલવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ટાઉન પ્લાનિંગ કમિટીએ લાંબા સમય સુધી વાહન પાર્ક કરનારાઓને થોડી રાહત આપી છે. નવા સુધારા મુજબ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે સમયગાળાના હિસાબે અલગ-અલગ દરો નક્કી કરવામાં આવ્યા છે, જેનાથી લાંબા સમય સુધી પાર્કિંગ કરનારાઓ પર આર્થિક અસર જોવા મળશે.
 

ટુ-વ્હીલર માટેના નવા દરો

ટુ-વ્હીલર (બાઇક અને સ્કૂટર) માટે પ્રથમ 1 કલાક સુધી ₹10, 1 થી 3  કલાક માટે ₹15, 3 થી 6 કલાક માટે ₹25, 6 થી 12 કલાક માટે ₹40  અને 12 થી 24  કલાક માટે ₹55  નો ચાર્જ નક્કી કરાયો છે. આ નવા દરો લાગુ થવાથી ટુ-વ્હીલર ચાલકોએ અત્યાર સુધી ચૂકવતા દરો કરતાં વધુ રકમ ચૂકવવાની રહેશે.
ALSO READ: અગ્નિવીરોનો કાર્યકાળ 2 વર્ષ વધ્યો, હવે 6 વર્ષ સર્વિસ, CDS બોલ્યા - પરફોર્મેંસ સારુ હશે તો નોકરી પરમાનેંટ થશે, દેશમાં લગભગ 3.18 લાખ અંગિવીર

ફોર-વ્હીલર (કાર) માટેના નવા દરો

ફોર-વ્હીલર (કાર) માટે પ્રથમ 1  કલાક સુધી ₹20, 1  થી 3  કલાક માટે ₹40, 3  થી 6  કલાક માટે ₹80, 6 થી 12 કલાક માટે ₹120  અને 12 થી 24  કલાક માટે ₹170  પાર્કિંગ ફી ચૂકવવી પડશે. આ વધારાના કારણે કાર ચાલકોના ખિસ્સા પર પણ સીધી અસર પડશે.
 

પાર્કિંગ ચાર્જ વધારવા પાછળનો મુખ્ય હેતુ

પાર્કિંગ દરો વધારવા પાછળ AMCનો મુખ્ય હેતુ મુખ્ય માર્ગો પર થતું ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવાનો અને ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે. રસ્તાની બાજુમાં અસ્તવ્યસ્ત વાહનો પાર્ક થવાથી અવરજવર માટે જગ્યા ઘટતી હતી. હવે સુધારેલા દરોને લીધે લોકો રસ્તા પર વાહન ઊભા રાખવાને બદલે નિયત પાર્કિંગ સ્થળોનો ઉપયોગ કરવા પ્રેરાશે તેવી ધારણા છે.
 

મફત પાર્કિંગ વ્યવસ્થા અને આવકનો ઉપયોગ

બીજી તરફ, નાગરિકોને રાહત આપવા માટે AMC પડતર અને ખાલી પ્લોટોની ઓળખ કરી તેને મફત પાર્કિંગ સુવિધા તરીકે ખુલ્લા મૂકવાનું આયોજન કરી રહ્યું છે. સાથોસાથ, પાર્કિંગ ચાર્જની આવકમાંથી મ્યુનિસિપલ પાર્કિંગ વ્યવસ્થા અને મલ્ટી-લેવલ પાર્કિંગ પ્લાઝાની સુવિધાઓ વધુ સારી બનાવવામાં આવશે..

વધુ જુઓ..

દિવાળીની મીઠાઈ માટે પરફેક્ટ ચાસણી બનાવવાની સરળ રીત, આ ટિપ્સ ખાસ યાદ રાખો!

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

Sofa Cleaning Tips- ભારે મશીનરી વગર ગંદા સોફા કવર ચમકતા અને સ્વચ્છ રહેશે, આ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો

ઊંધિયું બનાવવાની રીત

શુ અલ્કલાઈન વોટર પીવાથી પેટ સાફ થાય છે ? જાણો શુ કહે છે ડોક્ટર

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments