ganesh chaturthi

ઓલા-ઉબેર અને રેપિડો સામે અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોનું 'રોજગાર બચાવો' આંદોલન: આજથી 4 દિવસનું સંપૂર્ણ બંધ

Updated: સોમવાર, 7 સપ્ટેમ્બર 2026 (09:43 IST)
Ahmedabad Taxi Strike


ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા સહિતના સંગઠનો દ્વારા આજથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ALSO READ: માતા વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર યાત્રા વધુ મોંઘી થશે; એકતરફી અને પરત ફરતી યાત્રાઓ માટેના નવા ભાડા વિશે જાણો.
 
આ દેશવ્યાપી વિરોધના પગલે શહેરમાં આશરે 3 લાખ રિક્ષા અને 70 હજારથી વધુ ટેક્સીઓના પૈડાં થંભી ગયા છે. વિરોધને કારણે સામાન્ય મુસાફરો, નોકરીયાતો અને વરિષ્ઠ નાગરિકોને આગામી દિવસોમાં ભારે હાલાકી ભોગવવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
 
યુનિયનોનો આક્ષેપ છે કે ખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે પરંપરાગત વાહન ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું છે. ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પર પ્રતિબંધ મૂકવો અને નિયત ધારાધોરણ મુજબ વાજબી ભાડાં નક્કી કરવાની તેમની મુખ્ય માંગણીઓ છે. ગત 27 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ 28 ઓગસ્ટથી પોસ્ટર્સ લગાવી વિરોધ દર્શાવાયો હતો, પરંતુ તંત્ર તરફથી પ્રતિસાદ ન મળતાં આખરે ચક્કાજામનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

ALSO READ: ડ્રગ્સના દુરુપયોગ સામે "મિશન 2029": અમિત શાહે સંપૂર્ણ રોડમેપ જાહેર કર્યો, ડ્રગ નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી
 
આ બંધને સફળ બનાવવા માટે 3.70 લાખથી વધુ રિક્ષા અને ટેક્સી ચાલકો રસ્તા પરથી દૂર રહેશે, જ્યારે નિયમભંગ કરનારાઓને શાંતિપૂર્ણ રીતે સમજાવવા યુનિયનના કાર્યકરો તૈનાત રહેશે. જોકે, વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી તેમની સેવાઓ ચાલુ રહેશે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

Picnic Spot- સાતમ-આઠમ માટે બેસ્ટ પિકનિક સ્પોટ

ગાંધારી સમીક્ષા: થ્રિલર બનવાની ઉતાવળમાં રસ્તો ગુમાવતી તાપસી પન્નુની ફિલ્મ

ફિલ્મ રિવ્યુ: 'હનુમાન અંશ' - દુઃખથી અધ્યાત્મ તરફની સફર: નીબ કરૌરી બાબાના જીવનની અજાણી વાતો રજૂ કરતી ફિલ્મ

આગળનો લેખ
Show comments