Daily Horoscope
✕

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ વચ્ચે બોમ્બની ધમકીઓનો સિલસિલો: પોસ્ટ ઓફિસોને ધમકી મળતા ફફડાટ

Updated: શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026 (13:23 IST)
amreli post office bomb email
રાજ્યમાં એકતરફ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. સુરત, વલસાડ અને નવસારી બાદ હવે અમરેલી, બનાસકાંઠા અને પાલનપુરની પોસ્ટ ઓફિસોને પણ ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
 

અમરેલીમાં ઇ-મેઈલથી મળી ધમકી: પોસ્ટ ઓફિસ ખાલી કરાવાઈ
 

અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ હડકંપ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. સુરક્ષાના ભાગરૂપે આખી પોસ્ટ ઓફિસ ખાલી કરાવી આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 
 

સાયબર સેલ દ્વારા ઈ-મેઈલ ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ  

 
નવસારી અને ઉત્તર ગુજરાતમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. નવસારીના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પણ સમાન પ્રકારનો ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ ઉપરાંત, બનાસકાંઠા અને પાલનપુરમાં પણ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
 

તંત્રની કાર્યવાહી અને નાગરિકોને અપીલ

 
સુરક્ષા એજન્સીઓ દ્વારા સાયબર તપાસ: ઈ-મેઈલનો સોર્સ શોધવા સાયબર એક્સપર્ટ્સની મદદ લેવાઈ રહી છે. તમામ સંવેદનશીલ સરકારી કચેરીઓ પર પોલીસ પહેરો વધારી દેવાયો છે.

વધુ જુઓ..

શુ તમને પણ છે ફેટી લિવરની સમસ્યા ? પીવો આ દાળનુ પાણી, ફેટી લિવરની સમસ્યા સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

Gujarati Nibandh - લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ

વધુ જુઓ..

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments