1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Corona Gujarat Update

આજે કોરોનાના કેસમાં વધારો પણ મૃત્યુંઆંક સતત ઘટાડો, રિકવરી રેટ વધ્યો

કોરોનાના કેસમાં વધારો
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 13,050 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 12,121 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,64,396 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 74.85 ટકાએ પહોંચ્યો છે. 
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,00,20,449 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 26,82,561 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,27,03,040 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 52,528 લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
 
તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 13,050 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 12,121 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 74.85 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,64,396 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,48,297 એક્ટિવ કેસ છે. જ્યારે 778 લોકો વેન્ટિલેટર પર છે. 1,47,5196 લોકો સ્ટેબલ છે. 4,64,396 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 7,779 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 131 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
અમદાવાદ કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 8, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 9, અને જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 5, મહેસાણા 3, વડોદરા 5, સુરત 2, જામનગર 5, ખેડા 2, સાબરકાંઠા 3, મહિસાગર 1, જુનાગઢ 4, દાહોદ 2, કચ્છ 3, ગાંધીનગર 1, ગીરસોમનાથ 1, નર્મદા 1, રાજકોટ 5, વલસાડ 1, અમરેલી 2, ભરૂચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટાઉદેપુર 2, પાટણ 3, ભાવનગર 5, તાપી 1, સુરેંદ્રનગર 4, અમદાવાદ 1, દેવભૂમિદ્વારકા 2, અને બોટાદ 1 એમ કુલ 131 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.
ये भी पढ़ें
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં AMC અને પ્રાઈવેટ ક્વોટાના 505 બેડ ખાલી; ઓક્સિજનના 10 બેડ ખાલી, વેન્ટિલેટર એકપણ નહીં