Biodata Maker

ગુજરાત કોરોના અપડેટ: આજે રાજ્યમાં એક જ મોત, આજે નોંધાયા 69 નવા કેસ

Updated: મંગળવાર, 6 જુલાઈ 2021 (23:51 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 208 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,11,699 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.51 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 2193 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 11 લોકો વેન્ટિલેટર પર છે. 2182 લોકો સ્ટેબલ છે. 8,11,699 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 02 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,071 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1દર્દીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,99,680 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

દીપિકા પાદુકોણે શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

આગળનો લેખ
Show comments