Daily Horoscope
✕

આદિવાસી વિસ્તારોમાં પકડ મજબૂત કરવા સરકારનો માસ્ટરપ્લાન: CM ભૂપેન્દ્ર પટેલ 3 દિવસ ગરબાડાના પ્રવાસે

Updated: શનિવાર, 14 નવેમ્બર 2026 (11:39 IST)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 18થી 20 નવેમ્બર દરમિયાન આદિવાસી વિસ્તારના 72 કલાકના વિશેષ પ્રવાસે જશે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ખાસ કરીને ગરબાડા વિસ્તારની મુલાકાત લેશે. આદિવાસી વિસ્તારોમાં સરકારની પકડ મજબૂત કરવા અને આદિવાસી સમાજને રીઝવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ બેઠકો અને કાર્યક્રમો યોજાશે.
ALSO READ: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ખાનગી બસ રેલિંગ તોડીને પડી જતાં એક મહિલાનું મોત, 20 ઘાયલ

આદિવાસી કાર્યકરોના ઘરે ભોજન અને શાળામાં રાત્રિરોકાણ

આ પ્રવાસની મુખ્ય વિશેષતા એ છે કે મુખ્યમંત્રી સ્થાનિક આદિવાસી લોકો સાથે સીધો સંવાદ સાધશે. મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ આદિવાસી કાર્યકરોના ઘરે સાદું ભોજન લેશે અને રાત્રિરોકાણ કોઈ વૈભવી સ્થળે કરવાને બદલે સ્થાનિક શાળા અથવા આશ્રમ શાળામાં કરશે.
ALSO READ: અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિત આ નેતાઓએ કર્યું સ્વાગત

ત્રણ દિવસના પ્રવાસનું વિગતવાર આયોજન

મુખ્યમંત્રીના આ 72 કલાકના પ્રવાસને ત્રણ અલગ-અલગ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ દિવસે રાજકીય અને સંગઠનાત્મક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યારે બીજા દિવસે તેઓ વહીવટી અને શાસન સંબંધિત કામોમાં ભાગ લેશે. પ્રવાસના અંતિમ એટલે કે ત્રીજા દિવસે જનસંપર્ક અને રાજકીય એકત્રીકરણના મુદ્દાઓ પર સમીક્ષા કરીને તેનો અહેવાલ તૈયાર કરવામાં આવશે.

વધુ જુઓ..

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

છઠના તહેવાર પર બિહારની આ ખાસ રેસીપી બનાવો: કચવાની (ચોખાના લાડુ)

વધુ જુઓ..

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

આગળનો લેખ
Show comments