Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવામાન વિભાગની મોટી આગાહી: 1 જુલાઈ સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘમહેર, આજે જાણો ક્યા પડશે વરસાદ

વેબદુનિયા ન્યુઝ ટીમ
શુક્રવાર, 26 જૂન 2026 (07:35 IST)
Gujarat Rain Forecast
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર એકાદ-બે સ્થળોએ જ હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતા અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ કોરું રહ્યું હતું. જોકે, ચોમાસું હવે ધીમે ધીમે રાજ્યના મધ્ય ભાગ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં તે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 1 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની મજબૂત શક્યતાઓ સેવાઈ રહી છે.
ALSO READ: ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને મળશે મોટો વેગ: સરકારના સુનિયોજિત આયોજનથી બદલાશે યાત્રાધામોનો ચહેરો

26 જૂનના રોજ કયા-કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

 
આજે એટલે કે 26 જૂનના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
 

27 થી 30 જૂન અને 1 જુલાઈ દરમિયાન વરસાદનું અનુમાન

 
27 થી 30 જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ચોમાસુ આગળ વધતા છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ જ વિસ્તારોમાં 1 જુલાઈના રોજ પણ વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગના અહેવાલમાં દર્શાવવામાં આવી છે.
 

સોમાલી જેટ સક્રિય થતાં ચોમાસું આગળ વધશે

 
હાલ ચોમાસું સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટનગંજ અને મોતિહારી લાઇનમાંથી પસાર થઈ રહ્યું છે, જે આગામી 2-3 દિવસમાં ઉત્તર અરબ સાગર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં આગળ વધશે. હવામાન નિષ્ણાતોના મતે, અઠવાડિયા દરમિયાન નીચા સ્તરના 'સોમાલી જેટ' વધુ મજબૂત બનવાના કારણે દક્ષિણ અરબી સમુદ્ર પર ક્રોસ-ઇક્વેટોરિયલ પવન વધશે, જેના લીધે આગામી 2 થી 8 અઠવાડિયા દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ જોવા મળી શકે છે.
ALSO READ: ચાર દિવસ સુધી ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી, આજે 17 રાજ્યોમાં નારંગી અને પીળી ચેતવણી

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાનું આજનું હવામાન

 
અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી જ્યારે લઘુત્તમ 30 ડિગ્રી આસપાસ રહેશે. વડોદરામાં પણ વાદળછાયા માહોલ વચ્ચે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે. જ્યારે રાજકોટ અને સુરતમાં આજે વાદળછાયા વાતાવરણની સાથે-સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

ગુજરાતી જોક્સ - ફાંસી ની સજા

ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

ગુજરાતી જોક્સ - ડૉક્ટર

આગળનો લેખ
Show comments