Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો સિંહને કોઈએ હેરાન કર્યો તો હવે તમારી ખેર નથી, સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે

બુધવાર, 20 જૂન 2018 (13:26 IST)
વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972ના સેક્શન 9 અંતર્ગત સિંહની હેરાનગતિ કરનારા લોકોને કડક સજા કરવામાં આવશે. ગેરકાયદેસર સિંહ દર્શન, વાહનોથી સિંહોનો પીછો કરવો, ગેરકાયદેસર વીડિયો શૂટ કરવા, આ બધાની ગણતરી હેરેસમેન્ટમાં કરવામાં આવશે.સરકારે ચેતવણી આપી છે કે જે વ્યક્તિ સિંહને ખલેલ પહોંચડાતી દેખાશે તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લગભગ 22,000 સ્ક્વેર મિટર વિસ્તારમાં સિંહનો રહેણાંક વિસ્તાર પથરાયેલો છે, જે અત્યારે ચાર અલગ અલગ ઓથોરિટીના કંટ્રોલમાં છે. સરકારે જાહેરાત કરી છે કે, એક જ ઓથોરિટી દ્વારા આખા વિસ્તારનું મેનેજમેન્ટ થાય તેવી રચના કરવામાં આવશે.રાજ્યના વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, અમે અધિકારીઓને સૂચના આપી છે કે પ્રાણીઓને હેરાન કરનારા લોકો સામે શિકારનો ગુનો દાખલ કરવામાં આવે. કાયદા અનુસાર, શિકાર એટલે માત્ર પ્રાણીને મારવું જ નહીં, તેમે તેની હેરાનગતિ પણ શામેલ છે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત શિડ્યુલ 1ના પ્રાણીઓને મહત્તમ પ્રોટેક્શન આપવામાં આવે છે.તાજેતરમાં જ ગીર જંગલમાં સિંહની હેરાનગતિના અનેક વીડિયો વાયરલ થતા ગુજરાત સરકારની ઘણી ટીકા થઈ હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ સોમવારના રોજ એક રિવ્યુ મીટિંગ કરી હતી જેમાં સિંહ સંરક્ષણ માટેની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી. મંગળવારના રોજ વસાવાએ 13 મુદ્દાઓનો કન્ઝર્વેશન પ્લાન જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2015ના આંકડા અનુસાર ગુજરાતમાં સિંહની વસ્તી 523 છે. જૂનાગઢમાં આવેલા ગીર અભયારણ્ય અને અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ અને પોરબંદરના લગભગ 1500 જેટલા ગામમાં સિંહનો વસવાટ છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Jokes તમને કેટલી પત્નીઓ છે?

ગુજરાતી જોક્સ- તફાવત જણાવો

Cannes માંં આલિયા ભટ્ટનો જાદુ, લોકોને ઐશ્વર્યા રાયની આવી યાદ, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

ગુજરાતી જોક્સ - દારૂડિયા ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ફેસબુક પર લંચ

આગળનો લેખ
Show comments