Dharma Sangrah
✕

Gujarat Weather: ગુજરાતના 15 જીલ્લામાં માનસૂન પહેલા વરસાદન એલર્ટ, IMD એ આપ્યુ અપડેટ

Updated: શનિવાર, 31 મે 2025 (12:46 IST)
ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલવા લાગ્યુ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વાવાઝોડા અને વીજળી પડવાની સાથે વરસાદનુ ઓરેંજ અલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. મોસમ વિભાગે 31 મે ના રોજ આંધી અને વીજળી પડવાની ભવિષ્યવાણી કરી છે. 
 
 
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
 
ચોમાસુ ક્યારે આવશે?
 
દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અપેક્ષા કરતા વહેલું આવી ગયું છે. ચોમાસુ હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં, અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેથી, આગામી એક કે બે દિવસમાં હાલની સિસ્ટમ નિષ્ક્રિય થતાં જ ચોમાસુ પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે, ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.
 
જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
 
ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
હવામાન વિભાગે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત IMD એ દક્ષિણ ગુજરાત પ્રદેશના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે IMDએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

આગળનો લેખ
Show comments