Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઇ.ટી. ક્ષેત્રે દુનિયાભરમાં જાણીતી IBM કંપની અમદાવાદમાં વિશ્વ કક્ષાની અત્યાધુનિક સોફ્ટવેર લેબ સ્થાપશે

મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (16:29 IST)
IBM અમદાવાદમાં 'સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરશે
-આવી સોફટવેર લેબ હાલ બેંગાલુરૂ, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઇમાં કાર્યરત છે 
 
આઇ.ટી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સોફટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આઇ.બી.એમ-ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટર સંદિપ પટેલ અને આઇ.બી.એમ. સોફટવેર લેબના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્માની ગાંધીનગરમાં યોજાયેલી મૂલાકાત બેઠક દરમ્યાન તેમણે આ જાહેરાત કરી હતી. 
 
મુખ્યમંત્રીએ IBMને ગુજરાતમાં આવકારી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇ.બી.એમ.ના આ સેન્ટરની જાહેરાતને આવકારતા જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી જ પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે એફ.ડી.આઇ અને આઇ.ટી સેકટર સહિતના ટેકનોલોજી સેક્ટરના ઇન્વેસ્ટમેન્ટ માટે એક હેલ્ધી અને ફ્રેન્ડલી વાતાવરણ બન્યું છે. એટલું જ નહિ, ગુજરાતમાં સેક્ટરલ યુનિવર્સિટીઝની શરૂઆત તથા આઇક્રિયેટ, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ પણ વધ્યો છે અને યુવાઓને અદ્યતન જ્ઞાન-સંશોધન અવસર મળી રહ્યા છે.
 
વિજય રૂપાણીએ આઇ.બી.એમ.ના એમ.ડી.ને એમ પણ જણાવ્યું કે, આ બધાના પરિણામે ગુજરાતમાં સ્કીલ્ડ મેનપાવર અને વિપુલ ટેલેન્ટપૂલ ઉપલબ્ધ છે તેનો લાભ આઇ.બી.એમને મળશે. તેમણે કહ્યું કે, ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને સાકાર કરવામાં જે લીડ લીધી છે, તેમાં આઇ.બી.એમ.નું આ નવું કાર્યરત થનારૂં સેન્ટર રાજ્યમાં આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ સેકટરની સમગ્ર ઇકો સિસ્ટમની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ બનશે. 
 
સેન્ટરથી યુવાઓ માટે રોજગારીના અવસર ઊભા થશે
આ સેન્ટર રાજ્યના યુવાઓ માટે નવા રોજગાર અવસર ઊભા કરશે અને ડિઝીટલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ કક્ષાના કૌશલ્યવર્ધન ક્ષમતાનો પણ રાજ્યમાં વિકાસ થશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. આઇ.બી.એમ-ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટર સંદિપ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે આઇ.ટી હબ બનવાની જે દિશા લીધી છે તેની પ્રસંશા કરી હતી. ગુજરાત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના નવતર અભિગમ સાથે વિકાસના નવા કિર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે તે સંજોગોમાં આઇ.બી.એમ ગુજરાતના ડિઝીટલ મિશનમાં યોગદાન આપવા ઉત્સુકતા છે એમ પણ સંદિપ પટેલે ઉમેર્યુ હતું.
 
વિશ્વ કક્ષાની સોફ્ટવેર લેબ અમદાવાદમાં
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથેની આ બેઠકમાં આઇ.બી.એમ ઇન્ડીયાના એમ.ડી સંદિપ પટેલે જણાવ્યું હતું કે આઇ.બી.એમ. સોફટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફટવેર પોર્ટફોલિયો અને કલાઉડ સર્વિસ પૂરી પાડે છે. આવી સોફટવેર લેબ બેંગાલુરૂ, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઇમાં અત્યારે કાર્યરત છે હવે, અમદાવાદમાં પણ તે સ્થાપવાનું આયોજન આઇ.બી.એમ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોડકટ એન્જીનીયરીંગ અને સોફટવેર મેન્યૂફેકચરીંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેકટીસીસ ગુજરાતમાં લાવવાની નેમ આઇ.બી.એમ ઇન્ડીયાના એમ.ડી એ દર્શાવી હતી. વર્લ્ડ કલાસ ટ્રેઇન્ડ મેનપાવર અને સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર અવસરમાં વધારો એમ બેવડો લાભ આના પરિણામે ગુજરાતને મળતો થશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ફરી મોડા આવ્યા

ગુજરાતી જોક્સ - અધિકારી સિપાઈઓ

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોક્સ - અધિકારી સિપાઈઓને આદમખોર

ગુજરાતી જોક્સ - મોડા આવ્યા છો.

આગળનો લેખ
Show comments