30 એપ્રિલના રોજ હતા લગ્ન, પરંતુ કોરોનાના લીધે વરઘોડાના બદલે અંતિમયાત્રા નિકળી
રાજ્યમાં ફેલાઇ રહેલા કોરોના સંક્રમણના લીધે અવાર નવાર ઘણા લોકોના મોત થઇ રહ્યા છે. ઘણા ઘરમાંથી વડીલો મોત થાય છે તો ઘણી જગ્યાએ ઘરનો ચિરાગ ઓલવાઇ જાય છે. કંઇક આવું જ વાંસદા તાલુકાના કેલિયા ગામના યુવક સાથે થયું, જેના લગ્નના એક પખવાડીયા પહેલાં જ કોરોનાએ પોતાની ચપેટમાં લઇ લીધો.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદાના કેલિયા ગામના રહેવાસી વચલા ફલિયાના હેમંતભાઇ ગામિતનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. જેમના લગ્ન આગામી 30 એપ્રિલના રોજ હતા. જેની તમામ તૈયારીઓ થઇ ગઇ હતી.
કોરોના પોઝિટિવ થયા બાદ હેમંતને નવસારીની ગણદેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં શરૂઆતમાં તેમની સ્થિતિ સામાન્ય હતી. પરંતુ અચાનક તેમનું ઓક્સિઝન લેવલ ઘટવા લાગ્યું અને સોમવારે તેમનું મૃત્યું થઇ ગયું. આ પ્રકારે અચાનક ઘરના પુત્ર અને થનાર જમાઇના મોતના લીધે બંને પરિવારોમાં માતમનો માહોલ ફેલાઇ ગયો હતો.
