Daily Horoscope
✕

વાવ પેટાચૂંટણીમાં 70.5 ટકા મતદાન, ભાજપ, કૉંગ્રેસ કે અપક્ષ બાજી મારશે?

Updated: ગુરુવાર, 14 નવેમ્બર 2024 (10:42 IST)
બુધવારે ગુજરાતની બહુચર્ચિત વાવ વિધાનસભા બેઠક માટેની ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું હતું. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, અહીં લગભગ 70.5 ટકા જેટલા મતદારોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો.
 
ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, અહીં સવારે સાત વાગ્યાથી 192 મતદાન કેન્દ્રોનાં 321 મતદાનમથકોએ મત પડ્યા હતા. વીવીપીએટ કે ઈવીએમ ખોટકાવાની છૂટક ઘટનાઓ વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.
 
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર તથા કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે જંગ જામતો હોય છે, પરંતુ ભાજપના નેતા માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણીજંગ ત્રિપાંખિયો બન્યો હતો. આ બેઠક ઉપર કુલ 10 ઉમેદવાર ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે.
 
પટેલ પણ પોતાના વિજય માટે આશાન્વિત છે. ભાજપે મતદાન પૂર્વે માવજીભાઈ પટેલ સહિત પાંચ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી કૉંગ્રેસ પક્ષનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતાં, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદસભ્યપદે ચૂંટાઈ આવતાં, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
 
તા. 20 નવેમ્બરના ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તથા 47 જેટલી અન્ય પેટાચૂંટણીની સાથે વાવ બેઠક માટે પણ મતગણતરી યોજાશે.

વધુ જુઓ..

જેને સમાજે વર્ષો સુધી 'શરમ' સમજ્યુ, એ જ નીકળ્યુ મેડિકલ સાયંસનો 'ખજાનો', પીરિયડ્સના લોહીથી લૈબમાં બની રહ્યુ છે દિલનુ ટિશૂ અને પકડમાં આવી રહી છે ગંભીર બીમારીઓ

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મિત્રોની વાતો

ગુજરાતી જોક્સ - ડોક્ટર અને દર્દી

ગુજરાતી જોક્સ - ટીચર અને ચંપુ

ગુજરાતી જોક્સ - પત્નીની લોટરી

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

આગળનો લેખ
Show comments